સિડનીમાં બુમરાહ અને સિરાજ સાથે દર્શકોએ કર્યુ ખરાબ વર્તન, વીડિયો આવ્યો સામે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો (Australian cricketers)અને પ્રશંસકોના ખરાબ વર્તન પર આખે આખુ એક પુસ્તક લખીએ તો પણ ઓછુ પડે. સિડની ટેસ્ટમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ પ્રથમ દિવસથી કેટલાક દર્શકોનો ટાર્ગેટ બન્યા હતા. ખેલાડીઓને સતત ‘બ્રાઉન ડોગ’, ‘મંકી’ જેવી વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટરો પર ચાલુ મેચે અપશબ્દોનો વરસાદ વરસતો રહ્યો. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને પ્રશંસકોમાં ગજબની હિમ્મત કહેવાય તેઓનુ કહેવુ હતુ કે આવી નાની નાની વાતોતો થતી જ રહે.
Well this is some proof……
🙄🙄🙄🙄#INDvsAUS #racism #AUSvINDtest pic.twitter.com/NL47ztRfOZ— Rithvik Shetty (@Shetty10Rithvik) January 10, 2021
શાનદાર ઝડપી બોલર શુમાન મેકગ્રાએ કોમેન્ટ્રી આપતા કહ્યુ કે આ બાબતોને વેગ ન આપવો જોઇએ. બુમરાહ અથવા સિરાજની જગ્યાએ મેકગ્રાએ જો એશિયન દેશમાં તેમની સાથે આવો દુર્વ્યવહાર થયો હોત ત કદાચ આવી વાત ન કરી હોત. આવી વસ્તુઓની ખેલાડીની માનસિક સ્થિતિ પર ખુબ ખરાબ અસર થાય છે.
We have launched an investigation in parallel with NSW Police following a crowd incident at the SCG today. Full statement 👇 pic.twitter.com/D7Qu3SenHo
— Cricket Australia (@CricketAus) January 10, 2021
મેદાન પર રહેલા ખેલાડીઓનું મનોબળ તોડી નાંખવા દર્શકોએ જે રંગભેદી ટિપ્પણીઓ કરી અને ગંદી ગંદી ગાળો કાઢી તેના કેટલાક વીડિયો સામે આવ્યા છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા અને ચોથા દિવસે સતત ત્યાંના દર્શકોએ રંગભેદી ટિપ્પણી કરી હતી. BCCIએ તેની ફરિયાદ ત્યાંના બોર્ડ પાસે કરી છે. પણ હવે આ મામલામાં ICC પણ સખત થઈ ગયું છે. ICCએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પાસે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે.
Racial abuse is absolutely unacceptable. Having gone through many incidents of really pathetic things said on the boundary Iines, this is the absolute peak of rowdy behaviour. It's sad to see this happen on the field.
— Virat Kohli (@imVkohli) January 10, 2021
બુમરાહ અને સિરાજ પર રંગભેદી ટિપ્પણી
આ પહેલાં શનિવારે પણ નશામાં ધૂત દર્શકોએ બુમરાહ અને સિરાજ પર રંગભેદી ટિપ્પણી કરી હતી. જે મામલે BCCIએ ICCને ફરીયાદ પણ કરી છે. ICCએ પણ આ ઘટનાની ભારે ટીકા કરી છે અને તપાસ શરૂ કરી છે. રવિવારે પણ ટિપ્પણીઓને લઈ થોડી મિનિટો માટે મેચ રોકી દેવાઈ હતી અને દર્શકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
રવિવારે ચોથા દિવસે બીજા સેશન દરમિયાન ભારતીય ખેલાડી મેદાનની વચ્ચે એકઠા થઈ ગયા જ્યારે બાઉન્ડ્રી પર ઉભેલા સિરાજે ગાળો આપતાં હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ સુરક્ષાકર્મીઓએ સ્ટેડિયમમાંથી ગાળો બોલનાર ફેન્સને શોધી કાઢ્યા હતા અને તેમને સ્ટેડિયમની બહાર કાઢી મૂક્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલા પર માફી માગી છે. શનિવારની ઘટના બાદ ભારતીય ટીમે આઈસીસીને (ICC) ફરિયાદ કરી છે.
આ વીડિયો જુઓ: આજથી શાળા કોલેજો શરૂ, શિક્ષણમંત્રીની વિદ્યાર્થીઓને સતર્કતા રાખવા અપીલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન