syed mushtaq ali trophy 2019 rahul tripathi stunning catch viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્રિકેટનાં ઈતિહાસનો સૌથી શાનદાર કેચ, દિગ્ગજો પણ થયા દિવાના, જુઓ સ્લો મોશન વીડિયો

ક્રિકેટનાં ઈતિહાસનો સૌથી શાનદાર કેચ, દિગ્ગજો પણ થયા દિવાના, જુઓ સ્લો મોશન વીડિયો

 | 11:49 am IST

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ક્રિકેટર રાહુલ ત્રિપાઠીએ એવો કેચ કર્યો તે સૌ કોઈ હેરાન રહી ગયા. અત્યાર સુધીનાં સૌથી રોમાંચક કેચમાં આનુ નામ લેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ કેચના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. એટલું જ નહી પણ ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ આ કેચનાં પેટ ભરીને વખાણ કર્યા છે. જો કે આ કેચ મહિના પહેલાની વાત છે. પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઈ રહ્યો છે.

બન્યું એવું કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી આ વર્ષે માર્ચ મહિનામાં રમાઈ હતી. તેમાં સુપર લીગ ટી-20 મુકાબકામાં મહારાષ્ટ્ર તરફથી રાહુલ ત્રિપાઠીએ આ કેચ પકડ્યો હતો. દિગ્ગજોએ પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ કેચને અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ બતાવવમાં આવી રહ્યો છે.

એક સમયે એક બોલમાં 22 રન કરવાનાં હતા અને રેલવેનાં હાથમાંથી મેચ નીકળી જ ગયો હતો. મનજીત નામના ખેલાડીએ એક જોરદાર શોટ માર્યો અને રાહુલ ત્રિપાઠી તે સમયે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ ભરી રહ્યા હતા. તે બોલ તરફ ભાગ્યા અને કેચ પકડી લીધો, પરંતુ તે બાઉન્ડ્રી પાર કરી લેવાનો હતો એટલે એણે તરત જ બોલ હવામાં ફેંકી દીધો અને બીજા ખેલાડીએ કેચ પકડી લીધો. આ આખો નજારો આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન