સિલ્વેસ્ટર સ્ટેલોને ‘રુમ્બેલ’ બોક્સિંગ સ્ટુડિયો ખોલ્યો

42

હોલિવૂડના એકશન સ્ટાર તરીકે જાણીતા સિલ્વેસ્ટર સ્ટેલોને, બોક્સર રોકી બાલબોઅના ‘રોકી’ નામની ફ્રેન્ચાઈઝી દ્વારા નવા ખોલવામાં આવેલા ‘રુમ્બેલ’ બોક્સિંગ સ્ટુડિયોમાં પૈસાનું રોકાણ કર્યું છે. ૭૦ વર્ષીય કલાકારે પોતાનો તમામ અનુભવનો ઉપયોગ આ બોક્સિંગ સ્ટુડિયોના લોન્ચિંગમાં કર્યો છે. રુમ્બેલ સ્ટુડિયોમાં અલગ અલગ વય જૂથની વ્યક્તિઓ માટે સૌ પ્રથમ ન્યૂયોર્કમાં ખુલ્યો છે. આ પ્રકારના વધુ બે બોક્સિંગ સ્ટુડિયો તે આ વર્ષે ન્યૂયોર્કમાં ખોલવા માગે છે. વેસ્ટ કોસ્ટ અમેરિકામાં આ પ્રકારનો સ્ટુડિયો ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે.