સેલ્ફીના ચક્કરમાં સીરિયન બળવાખોરે કરી નાખ્યો બોમ્બ વિસ્ફોટ, જુઓ video - Sandesh
  • Home
  • World
  • સેલ્ફીના ચક્કરમાં સીરિયન બળવાખોરે કરી નાખ્યો બોમ્બ વિસ્ફોટ, જુઓ video

સેલ્ફીના ચક્કરમાં સીરિયન બળવાખોરે કરી નાખ્યો બોમ્બ વિસ્ફોટ, જુઓ video

 | 1:08 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે જેમાં સીરિયન બળવાખોરો એક સેલ્ફીના ચક્કરમાં વિસ્ફોટનો ભોગ બની જાય છે. જે ફોન બોમ્બ સાથે કનેક્ટ હતો તેનાથી જ તેમાંનો એક બળવાખોર સેલ્ફી લેવા ઉભો થયો અને જેવી ક્લિક કરી કે જોરદાર વિસ્ફોટ થયો અને સીરિયન બળવાખોરો ઉડી ગયાં.

https://youtube.com/watch?v=wyfeHFSeSyI

જો કે આ વીડિયો ફૂટેજની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ફ્રી સીરિયન આર્મીના સભ્યો ભેગા થઈને પ્રોપોગેન્ડા વીડિયો બનાવી રહ્યાં છે. આઠ લોકો રિબેલ ફ્લેગની સામે બેઠા છે અને કઈક ગાઈ રહ્યાં છે. તેમની સામે બે રાઈફલ પણ પડી છે. 30 સેકન્ડની આ ક્લિપમાં ત્યારબાદ એક શખ્સ ઊભો થાય છે અને સેલ્ફી લેવા હાથમાં ફોન પકડે છે.

ફોનમાંથી સેલ્ફી લેવાનો અવાજ આવે છે અને તેની સાથે જ અચાનક વિસ્ફોટ થાય છે અને બળવાખોરોના ફૂરચા ઉડી જાય છે. રૂમમાં ચારેબાજુ ધૂમાડો નજરે ચડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન