System alert regarding Omicron variant in the state
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટને લઈ તંત્ર એલર્ટ

રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટને લઈ તંત્ર એલર્ટ

 | 1:01 pm IST
  • Share

  • એરપોર્ટ અંદર જ પ્રવાસીઓના RTPCR ટેસ્ટ કરાયા

  • સરકાર દ્વારા વિદેશથી આવતા લોકોની યાદી તૈયાર કરાઇ

અમદાવાદમાં ઓમિક્રોન વેરીએન્ટને લઈ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં એરપોર્ટ પર આવતા તમામ લોકોનું સ્કેનિંગ શરૂ કરાયું છે. તથા એરપોર્ટ અંદર જ પ્રવાસીઓના RTPCR ટેસ્ટ કરાયા છે. તથા RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે તો તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાં આવશે.

12 દેશોના મુસાફરો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત

દક્ષિણ આફ્રિકામાં મળી રહેલા કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રૉનને ભારત સહિત વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. ભારતે 12 દેશોના મુસાફરો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. ભારતમાં પણ કોરોનાના આ નવા વેરિએન્ટથી બચવા માટે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકાર તરફથી પગલા ભરવામાં આવી રહ્યાં છે. જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે.

ઓમિક્રોન વેરીયન્ટથી રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ઓમિક્રોનની રાજ્યમાં એન્ટ્રી ના થાય તેને કઈ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેથી એરપોર્ટ પર આવતા તમામ લોકોનું સ્કેનિંગ શરૂ કરાયું છે. તથા એરપોર્ટ અંદર જ સિક્યોરિટી એરિયામાં RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે તો તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાં આવશે.

યુએસએથી 17 એમ કુલ 29 લોકો સુરત આવ્યા

ઉલ્લેખનિય છે કે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ પગલે તંત્ર એલર્ટ થયુ છે. જેમાં વિદેશથી આવેલા લોકોની યાદી પાલિકાને સોંપાઈ છે. તેમાં કુલ 119 લોકો વિદેશથી પરત આવ્યા છે. જેમાં તમામના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તથા તમામ કોરન્ટાઈન મુક્ત છે. દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોના નવા વેરિયન્ટ પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા વિદેશથી સુરત આવેલા લોકોની યાદી તૈયાર કરી સુરત પાલિકાને સોપાય છે. જેમાં કુલ 119 લોકો વિદેશથી આવ્યા છે તેમાં ઓસ્ટ્રેલિયાથી 1, કેનેડાથી 6, પનામાંથી 1, યુકેથી 4, યુએસએથી 17 એમ કુલ 29 લોકો સુરત આવ્યા છે. તમામ અંગે આરોગ્ય ડે. કમિશનર આસિસ નાયકે ટેલીફોનિક સ્પષ્ટતા કરી છે કે તમામના ટેસ્ટ નેગેટિવ છે. તેથી તમામ કોરોન્ટાઇન મુક્ત બન્યા છે.

7 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવવો જોઈએ

ગુજરાત સરકારના જણાવ્યા મુજબ, યુરોપ, યુકે, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યૂઝીલેન્ડ, ઝીમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોને એરપોર્ટ પર કોરોનાનો નેગેટિવ RT-PCR રિપોર્ટ દેખાડવાનો રહેશે. જે બાદ જ તેમને એન્ટ્રી મળશે. જો વાઇરસનો આ વેરિએન્ટ ભારતમાં આવશે, તો કોરોનાની બીજી લહેર જેવો હાહાકાર મચાવશે. આથી આ વાઇરસ ભારતમાં ના આવે તે માટે સરકારે આકરા પગલા લેવા જોઈએ. જે દેશોમાં ઓમિક્રૉન વેરિએન્ટે દેખા દીધી છે, તેવા દેશોમાંથી આવતા તમામ મુસાફરોને RT-PCR ટેસ્ટ કરીને છોડી ના દેવા જોઈએ. RT-PCR કર્યો હોવા છતાં 7 દિવસ સુધી આવા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખીને 7 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવવો જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો