T-20 World Cup: The BCCI asked the Avesh Khan to stay in the UAE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપને લઇ અપડેટ, BCCIએ આ ખેલાડીને UAEમાં જ રોકાવાનું કહ્યું

ટી-20 વર્લ્ડકપને લઇ અપડેટ, BCCIએ આ ખેલાડીને UAEમાં જ રોકાવાનું કહ્યું

 | 7:51 pm IST
  • Share

  • IPL 2021માં પ્રદર્શન બાદ આવેશ ખાનની લોટરી લાગી
  • BCCIએ આવેશ ખાનને નેટ બોલર તરીકે પસંદ કર્યો
  • ટી-20 વર્લ્ડકપ માટે આવેશ ખાન ટીમ ઇન્ડિયા સાથે જોડાશે

દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર આવેશ ખાનને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) બાદ યૂએઇમાં જ રોકાવવા અને નેટ બોલર તરીકે ભારતની ટી-20 ટીમ સાથે જોડાવા કહેવામાં આવ્યું છે. જમ્મૂ-કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિક બાદ 24 વર્ષનો આવેશ બીજો બોલર છે, જેને ટીમ સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, આ ઝડપી બોલરને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય વેંકટેશ અય્યર પણ યૂએઇમાં રોકાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધની મેચથી કરશે.

આવેશ પાસે એક મોટી તક

બીસીસીઆઇની પસંદગી સમિતિનાના એક સૂત્ર અનુસાર,‘સિલેક્ટર્સે આવેશને પણ ટીમ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તે નેટ બોલર તરીકે સામેલ થશે, પરંતુ જો ટીમ મેનેજમેન્ટને લાગશે તો તે મુખ્ય ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી શકે છે.’

જણાવી દઇએ કે, આવેશ ઝડપી બોલિંગ કરવામાં સક્ષમ છે અને આઇપીએલની હાલની સિઝનમાં તે અત્યાર સુધીમાં 23 વિકેટ લઇ ચુક્યો છે. આવતી કાલે પણ બીજા ક્વોલિફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સની ટીમ કોલકાતા સામે ટકરાશે.

IPLમાં આવેશ ખાનની શાનદાર બોલિંગ

આવેશ ખાન સર્વાધિક વિકેટ લેનાર બોલરોની યાદીમાં હર્ષલ પટેલ (32 વિકેટ) બાદ બીજા સ્થાન પર છે. સૂત્રએ કહ્યું,‘આવેશ 142થી 145 કિમી પ્રતિકલાકની ઝડપે બોલિંગ કરે છે. તે સપાટ પિચોથી પણ વધારે ઉછાળ હાંસલ કરે છે અને ગત કેટલાક સમયથી સહયોગી સ્ટાફની નજર તેના પર છે.’

આવેશ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે ઇંગ્લેન્ડ પણ ગયો હતો. પરંતુ કાઉન્ટીની સંયુક્ત ટીમ વિરૂદ્ધ ભારતની અભ્યાસ મેચ દરમિયાન આંગળીમાં ફ્રેક્ચર થતા પ્રવાસ અદ્ધવચ્ચે છોડીને આવી ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો