આવક વિભાગે લાલુ યાદવના સંતાનોની બેનામી સંપત્તિ જપ્ત કરી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આવક વિભાગે લાલુ યાદવના સંતાનોની બેનામી સંપત્તિ જપ્ત કરી

આવક વિભાગે લાલુ યાદવના સંતાનોની બેનામી સંપત્તિ જપ્ત કરી

 | 9:27 pm IST

આવક વિભાગે આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવના સંતાનોની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, આવક વિભાગે તમામ બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે, જે લાલુ યાદવના સંતાનો સાથે જોડાયેલી કહેવામાં આવે છે. એટેચ કરાયેલી સંપત્તિઓમાં લાલુ યાદવની દીકરી મીસા ભારતી, તેના પતિ શૈલેશ કુમાર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પ્રોપર્ટી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, એટેચ સંપત્તિને ન તો વેચી શકાય છે, ન તો તેને ભાડા પર આપી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે, મીસા, તેજસ્વી અને શૈલેષ પર આ કાર્યવાહી ફાઈનાન્સ અનિયમિતતાઓના આરોપોને લઈને કરવામાં આવી છે.

લાલુના સંતાનો સાથે જોડાયેલી બેનામી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આજે જ જાહેર કરવામાં આવ્યો છે. લાલુ યાદવની મોટી દીકરી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીને આવક વિભાગે સમન મોકલ્યો હતો. તેમને જુલાઈના પહેલા સપ્તાહમાં આવક વિભાગે ઓફિસમાં હાજર થઈને બેનામી લેણદેણ મામલે સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું હતું.

આ પહેલા આવક વિભાગે 50 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. બેનામી એક્ટ મુજબ, વિભાગને 90 દિવસનો સમય સ્પષ્ટીકરણ આપવા માટે આપવામાં આવે છે. જો સંબંધિત પક્ષ તેમાં અસફળ રહે છે, તો જપ્તી અને કુર્કીની કાર્યવાહી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મીસા ભારતી અને તેના પતિ શૈલેશ કુમારને આવક વિભાગે બે વાર સમન મોકલ્યો હતો, પરંતુ બંને રજૂ થયા ન હતા. તેમની વકીલે આ માટે મીડિયા અને સુરક્ષા કારણોને કારણભૂત જણાવ્યુ હતું. આ પહેલા 6 જૂનના રોજ રજૂ ન થવા પર આવક વિભાગે મીસા ભારતી પર 10 હજારનો દંડ લગાવ્યો હતો. ગત મહિને 23 મેના રોજ આવક વિભાગે બેનામી સંપત્તિ મામલે લાલુ યાદવ અને તેના નજીકના સંબંધીઓ સાથે જોડાયેલ 22 ઠેકાણાઓ પર રેડ પણ પાડવામાં આવી હતી. જોકે, લાલુએ છાપામારીની વાતથી ઈન્કાર કર્યો હતો.