T20 not lost in India, South Africa, India Win Every match in Mohali
  • Home
  • Sports
  • Cricket
  • એકનો રેકોર્ડ જરૂરથી તૂટશે, મોહાલીમાં ઇન્ડિયા અજેય તો આફ્રિકી પણ ભારતમાં ટી-20 હાર્યાં નથી

એકનો રેકોર્ડ જરૂરથી તૂટશે, મોહાલીમાં ઇન્ડિયા અજેય તો આફ્રિકી પણ ભારતમાં ટી-20 હાર્યાં નથી

 | 3:55 pm IST

ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રતિસ્પર્ધીઓનું લિસ્ટ લાંબુ નથી. બંન્ને વચ્ચે અત્યાર સુધીમાં 13 ટી-20 મેચ રમાઇ ચૂકી છે, જેમા ભારતે 8 જ્યારે સાઉથ આફ્રિકાએ 5 મેચ જીતી છે. બંન્ને વચ્ચે 2 મેત ( કોલકાતા અને ધર્મશાળા)માં રદ્દ પણ થઇ છે.

પરંતુ ભારત પોતાની ધરતી પર ટી-20માં સાઉથ આફ્રિકાને હરાવી શક્યુ નથી. બંન્ને વચ્ચે અત્યાર સુધીમાં ભારતમાં બે મેચ રમાઇ છે. આ બંન્ને મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે, જ્યારે કોલકાતા (2015) અને ધર્મશાળા (2019)ની મેચો રદ્દ થઇ છે.

2 ઓક્ટોબર 2015એ ધર્મશાળામાં રમાયેલ મેત સાઉથ આફ્રિકાએ 7 વિકેટે જીતી હતી, જ્યારે તે જ વર્ષે 5 ઓક્ટોબરે કટકની મેચ આફ્રિકી ટીમે 6 વિકેટથી જીતી હતી.

ટી-20 ઇન્ટરનેશન: સાઉથ આફ્રિકા ભારતમાં

1. 2 ઓક્ટોબર 2015: ધર્મશાળા- સાઉથ આફ્રિકા 7 વિકેટથી જીત્યું
2. 5 ઓક્ટોબર 2015: કટક- સાઉથ આફ્રિકા 6 વિકેટથી જીત્યું
3. 8 ઓક્ટોબર 2015: કોલકાતા- મેચ રદ્દ
4. 15 સપ્ટેમ્બર 2019: ધર્મશાળા- મેચ રદ્દ

બુધવારે ટી-20 સિરીઝની મેચ મોહાલીના પીસીએ આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પર ભારતે ક્યારેય ટી-20 મેચ હારી નથી. 2009-2016 દરમિયાન ભારતે અહિંયા બે મેચ રમી છે અને બંન્ને જીતી છે. સાઉથ આફ્રિકી ટીમ પ્રથમવાર મોહાલીમાં ટી-20 મેચ રમશે.

ચી-20 ઇન્ટરનેશનલ: મોહાલીમાં ટીમ ઇન્ડિયા

1. 12 સપ્ટેમ્બર 2009: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું.
2. 27 માર્ચ 2016: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું.

આ વીડિયો પણ જુઓ : PUC સેન્ટર બહાર વાહનચાલકોની લાંબી લાઈનો 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન