T20 WC 2021 Rishabh Pant practicing with MS Dhoni
  • Home
  • Sports
  • Cricket
  • T20 WC: ચાલુ મેચમાં ધોનીએ ઋષભ પંતને વિકેટકીપિંગની ટિપ્સ આપી

T20 WC: ચાલુ મેચમાં ધોનીએ ઋષભ પંતને વિકેટકીપિંગની ટિપ્સ આપી

 | 5:06 pm IST
  • Share

  • એમએસ ધોની ટીમ ઇન્ડિયાના માર્ગદર્શકની ભૂમિકામાં
  • ચાલુ મેચમાં ધોનીએ ઋષભ પંતને આપી ટિપ્સ
  • સોશિયલ મીડિયામાં ધોનીની ભૂમિકાના વખાણ 

 

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમ બીજી વોર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી રહી છે. આ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ મોટા પ્લેયર્સને આરામ આપ્યો છે. જ્યારે ટીમ ઇન્ડિયા ફિલ્ડીંગ કરી રહી હતી, ત્યારે મેદાનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ટીવી સ્ક્રિન અને સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે.

ભારતીય ટીમની ફિલ્ડીંગ દરમિયાન બાઉન્ડ્રી પર ટીમના માર્ગદર્શક મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે લાંબી ચર્ચા કરતા નજર આવ્યો હતો. એમએસ ધોની અહિંયા પંતને વિકેટકીપિંગ સાથે જોડાયેલ ટિપ્સ આપી રહ્યો હતો, આ દરમિયાન ધોની પંતને સતત પ્રેક્ટિસ કરવી રહ્યો હતો.

જણાવી દઇએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો હતો, ત્યારે ઋષભ પંતની ટીમમાં નવી-નવી એન્ટ્રી થઇ હતી. શરૂઆતમાં ઋષભ પંતની વિકેટકીપિંગ પર સલાવો ઉઠ્યા હતા.

આજના દિવસની ખાસ વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય વિકેટકીપિંગનો અભ્યાસ કરતો નહોતો, તેણે ઘણી વખત આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે, તે વિકેટકીપિંગની ના બહાબર પ્રેક્સિટ કરતો હતો. લાઇવ મેચમાં આ પ્રકારે એમએસ ધોનીનો ક્લાસ લોકોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો