T20 World Cup 2021 IND vs ENG Warm up Match Live Score
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગ બાદ ભારતની જીત

IND vs ENG: ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગ બાદ ભારતની જીત

 | 8:52 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપ 2021 ભારત-ઇંગ્લેન્ડ વોર્મ-અપ મેચ
  • વિરાટ સેના પ્રથમ વોર્મ-અપ મેચમાં ઘાતક
  • ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન 

ભારત અને ઇંગ્લેન્ડની ટીમો ટી-20 વર્લ્ડકપ 2021ની પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં આમને-સામને છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં હાલ પ્રથમ રાઉન્ડના મુકાબલા રમાઇ રહ્યા છે. જેના પછી સુપર-12નો રોમાંચ શરૂ થશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયા દુબઇના મેદાનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચ રમવા ઉતરી હતી. 

ટીમ ઇન્ડિયાએ દુબઇના મેદાનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 189 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ પહાડ જેવા આ ટાર્ગેટને 6 બોલ અને 6 વિકેટે હાંસલ કરી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ 19 ઓવરના અંતે 4 વિકેટ પર 192 રન બનાવ્યા હતા. ઋષભ પંતે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. 

ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ માટે કેએલ રાહુલ અને ઇશાન કિશન મેદાનમાં ઉતર્યા હતા. વિરાટ કોહલીનો વિશ્વાસ જાળવી કેએલ રાહુલે તાબડતોડ બેટિંગ કરી હતી.

કેએલ રાહુલે વોર્મ-અપ મેચમાં જ માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. જોકે ઇનિંગના 24માં બોલમાં જ રાહુલ આઉટ થઇ ગયો હતો. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન ઇશાન કિસને પણ તાબડતોડ બેટિંગ કરી હતી અને 36 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ઇશાન કિશને 46 બોલમાં પોતાની શાનદાર ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી 70 રન બનાવ્યા હતા. જોકે વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયો હતો. ઋષભ પંતે 14 બોલમાં 29 રન બનાવી અણનમ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ 10 બોલમાં 14 રન બનાવ્યા હતા.

17 ઓક્ટોબરથી શરૂ થયેલ ટી-20 વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડના મુકાબલા 22 ઓક્ટોબર સુધી રમાશે. તેના પછી 23 ઓક્ટોબરથી સુપર-12ની મેચો રમાશે. સુપર-12ની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાઉનથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાશે. તેના પછી 24 ઓક્ટોબરે ભારત વિરૂદ્ધ પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે.

ટીમ ઇન્ડિયાના પેસર મોહમ્મદ શમીએ જોસ બટલરને 18 રને આઉટ કરીને ઇંગ્લેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો. બાદમાં ઇનિંગની છઠ્ઠી ઓવરમાં શમીએ જેસન રૉયને 17 રને પેવેલિયન ભેગો કર્યો હતો. રાહુલ ચાહરે પણ શાનદાર બોલિંગ કરતા ડેવિડ મલાનને 18 રન પર બોલ્ડ કરી ઇંગ્લેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. શમી આજની મેચમાં ઇંગ્લેન્ડ માટે ઘાતક બન્યો છે. ઇંગ્લેન્ડને 129 રનના સ્કોર પર 15મી ઓવરના પાંચમા બોલ પર શમીએ લિવિંગસ્ટોનને 30 રને બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો