t20 world cup-2021 rules for champion if final not held due to bad weather
  • Home
  • Sports
  • Cricket
  • T20 વર્લ્ડ કપમાં વરસાદને લઈને આવા છે નિયમો

T20 વર્લ્ડ કપમાં વરસાદને લઈને આવા છે નિયમો

 | 6:04 pm IST
  • Share

  • લીગ રાઉન્ડમાં વરસાદ આવે તો ઓછામાં ઓછી 5 ઓવરની રમત જરૂરી

  • સેમી ફાઈનલ અને ફાઈનલમાં એક ઈનિંગમાં 10 ઓવરની રમત જરૂરી

  • બાંગ્લાદેશને નથી મળી શકી જીત

બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી નથી. 2007માં શરૂઆતના તબક્કે ટીમ સુપર -8માં પહોંચી હતી અને સાથે તેને માટેની સફર પણ સારી રહી હતી. આ પછી ટીમ 2009, 2010 અને 2012માં પણ જીત નોંધાવી શકી નથી. 2014માં ટીમની સંખ્યા વધારીને 16 કરી દેવાઈ હતી અને બાંગ્લાદેશ ગ્રૂપ એમાં ટોપ રહીને સુપર 10માં પહોંચી હતી. આ પછી તે 4 મેચ હારી અને 2016માં પણ હાર કાયમ રહી.

17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે મેચ

T20 વર્લ્ડ કપની શરૂઆત રવિવાર 17 ઓક્ટોબરથી થશે. બાંગ્લાદેશની ટીમ ગ્રૂપ બીના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રવિવારે સ્કોટલેન્ડના વિરોધમાં રમશે. પહેલા રાઉન્ડમાં સ્કોટલેન્ડ, ઓમાન અને પાપુઆ ન્યૂ ગીનીની સાથે રમાશે. ગ્રૂપની ટોપ -2 ટીમને સુપર 12માં જગ્યા મળશે. ગ્રૂપ બીના અન્ય મેચમાં રવિવારે ઓમાન અને પાપુઆ ન્યૂઝ ગિની પણ રમશે. ક્વોલિફાઈંગના ગ્રૂપ એમાં આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામીબિયા છે. સુપર 12ની મેચ 23 ઓક્ટોબરથી શરૂ થશે. 16 ટીમની વચ્ચે કુલ 45 મેચ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરે યોજાશે. ફાઈનલ મેચ જો ખરાબ વાતાવરણ કે વરસાદના કારણે નહીં થાય તો બંને ટીમને વિજેતા જાહેર કરાશે.

T20 વર્લ્ડ કપમાં વરસાદને લઈને નક્કી કરાયા છે ખાસ નિયમો

જો મેચ સમયે લીગ રાઉન્ડમાં વરસાદ આવે તો ઓછામાં ઓછી 5 ઓવરની રમત જરૂરી માનવામાં આવશે. આ સિવાય સેમી ફાઈનલ અને ફાઈનલમાં એક ઈનિંગમાં 10 ઓવરની રમત જરૂરી રહેશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરે યોજાશે. ફાઈનલ મેચ જો ખરાબ વાતાવરણ કે વરસાદના કારણે નહીં થાય તો બંને ટીમને વિજેતા જાહેર કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો