T20 World Cup 2021 shimron Hetmeyer given out Babar Azam calls back
  • Home
  • Sports
  • Cricket
  • ગળાની ચેઇન હેલમેટને ટકરાઇ તો અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપી દીધો

ગળાની ચેઇન હેલમેટને ટકરાઇ તો અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપી દીધો

 | 5:45 pm IST
  • Share

  • પાકિસ્તાનના બાબર આઝમે દેખાડી ખેલભાવના
  • હેટમાયરને અમ્પાયરે આઉટ આપ્યો
  • બાબર આઝમે આઉટ થયેલા ખેલાડીને પરત બોલાવ્યો

પાકિસ્તાને આઇસીસી ટી-20 વિશ્વકપ 2021ના પ્રથમ વોર્મ-અપ મુકાબલામાં હાલની ચેમ્પિયન વેસ્ટઇન્ડીઝ ટીમને હરાવી દીધી. વિન્ડીઝ તરફથી આપવામાં આવેલ 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન ટીમે 27 બોલ બાકી રહેતા 7 વિકેટે આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 41 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 46 રન બનાવીને અણનમ રહ્યો હતો. બાબર પ્રથમવાર વિશ્વકપ રમી રહ્યો છે.

આ મુકાબલામાં બાબરની ઇનિંગ સિવાય તેની ખેલભાવનાના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. દુબઇના આઇસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોમવારે રમાયેલ અભ્યાસ મેચમાં વિન્ડીઝની ઇનિંગમાં 15મી ઓવરનો 5મો બોલ શિમરોન હેટમાયરે પુલ કરવાની કોશિશ કરી, જે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પાસે ગયો હતો. તેના પછી ઝડપી બોલર હસન અલી અને તેની ટીમે આઉટની અપીલ કરી, જેના પછી અમ્પાયરે હવામાં આંગળી ઉઠાવી હતી.

અમ્પાયરના આ નિર્ણયથી હેટમાયર ખુશ ન હતો કારણ કે બોલ અને બેટનો સંપર્ક થયો જ નહોતો. હેટમાયરે ગળાની ચેઇન પકડીને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે અવાજ આવ્યો તે તેની ચેઇન અને હેલમેટના ટકરાવાથી આવ્યો હતો. તે ભારે મન સાથે પેવેલિયન તરફ જલા લાગ્યો, ત્યારે જ ખેલભાવનાનો પરિચય આપતા બાબરે હેટમાયરને પરત બોલાવી લીધો હતો. જેને જોઇ સોશિયલ મીડિયા પર બાબરની ખેલભાવનાનાં ખુબ જ વખાણ થઇ રહ્યા છે.

હેટમાયરે 24 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી, જેમા 3 ચોગ્ગા સામેલ હતા. ટી-20 વર્લ્ડકપમાં વિન્ડીઝ ટીમની કેપ્ટનશીપ કાયરન પોલાર્ડ કરી રહ્યો છે. પોલાર્ડે 10 બોલમાં 23 રન બનાવ્યા હતા જેમા 5 ચોગ્ગા સામેલ હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો