T20 World Cup 2021 Team India New jersey Launch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના ધુરંધરો જોવા મળશે નવા અવતારમાં

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના ધુરંધરો જોવા મળશે નવા અવતારમાં

 | 3:16 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા નવી જર્સી પહેરશે
  •  ટીમ ઇન્ડિયાની નવી જર્સી MVL Sports દ્વારા બનાવાઇ
  •  BCCIએ ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોંચ કરી

યૂએઇ અને ઓમાનમાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટને શરૂ થવામાં માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે. આ નાના ફોર્મેટના વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવાની છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલાથી કરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોંચ કરી છે.

બીસીસીઆઇ એ ટ્વીટ કરીને નવી જર્સીમાં ટીમ ઇન્ડિયાના ધુરંધરોની તસવીર શેર કરી છે. આ જર્સી પહેલા માફક જ MVL Sports દ્વારા લોંચ કરવામાં આવી છે. બીસીસીઆઇ એ લખ્યું છે,‘ પેશ છે Billion Cheers Jersey! જર્સીની પેટર્ન પ્રશંસકોના અરબો ચીયર્સથી પ્રેરિત છે.

ભારતીય ટીમ 2007માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વધુ એક વખત ટ્રોફી પર કબજો કરવા માટે ઉતરશે. કોહલી ટી-20માં કેપ્ટન તરીકે છેલ્લી વખત ઉતરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો