t20 world cup 2021 Virat Kohli bowls against Australia
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિરાટ કોહલીએ કરી બોલિંગ, હાર્દિક પંડ્યાને લઇ ચિંતા વધી

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિરાટ કોહલીએ કરી બોલિંગ, હાર્દિક પંડ્યાને લઇ ચિંતા વધી

 | 11:00 pm IST
  • Share

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ છે, તે પહેલા ટીમે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની વોર્મ-અપ મેચ રમી હતી. સુપર-12 રાઉન્ડ શરૂ થયા પહેલા ટીમ ઇન્ડિયાનું ટેંશન ઓછૂ નથી થઇ રહ્યું, તે છે હાર્દિક પંડ્યાનું બોલિંગ ન કરવું. બુધવારે રમાયેલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વોર્મ-અપ મુકાબલામાં એવું થયું કે વિરાટ કોહલીને બોલિંગ માટે આવવું પડ્યું હતું.

ખરેખર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વોર્મ-અપ મુકાબલામાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો હતો, રોહિત શર્માએ ટૉસ સમયે કહ્યું કે, હાલમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ કરવાનું શરૂ કર્યું નથી. તે સતત રિકવર થઇ રહ્યો છે, અમને આશા છે કે તે ખુબ જ જલ્દી બોલિંગ કરશે.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારી પાસે સારી બોલિંગ અટેક છે, પરંતુ છઠ્ઠા બોલરનો ઓપ્શન પણ જરૂરી છે. આવામાં અમારા બેટિંગ ઓર્ડરમાં જે બોલિંગના ઓપ્શન છે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અમે તેને અજમાવીશું.

રોહિત શર્માના ટૉસ સમયે આપેલા આ નિવેદનના થોડા સમય બાદ વિરાટ કોહલીની મેદાનમાં વાપસી થઇ હતી. આધિકારિક રીતે તે આ મેચમાં આરામ કરી રહ્યો હતો. પરંતુ મેદાનમાં આવતા જ કોહલીએ મોર્ચો સંભાળી લીધો હતો. વિરાટ કોહલીએ બે ઓવરમાં 12 રન આપ્યા હતા.

નોંધનિય છે કે, હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલા જ ઇજા બાજ ગેમમાં વાપસી કરી છે. આઇપીએલમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો નહોતો. આવામાં સતત સવાલો ઉદ્ભવી રહ્યા હતા કે જો હાર્દિંક બોલિંગ નથી કરતો તો પ્લેઇંગ-11માં તેનું સ્થાન બનવું ખુબ જ મુશ્કેલ બની શકે છે. આવામાં હવે જોવાનું રહેશે કે પાકિસ્તાન વિરૂદ્ધ મહામુકાબલામાં ટીમ ઇન્ડિયા પોતાની કઇ પ્લેઇંગ-11 સાથે ઉતરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો