T20 World Cup IND vs PAK : PCB share Virat Kohli Photos
  • Home
  • Sports
  • Cricket
  • T20વર્લ્ડકપ: કોહલીની તસવીર PCBએ કરી શેર, પાકિસ્તાનમાં ભરપેટ વખાણ

T20વર્લ્ડકપ: કોહલીની તસવીર PCBએ કરી શેર, પાકિસ્તાનમાં ભરપેટ વખાણ

 | 11:39 am IST
  • Share

  • ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2021ની પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો

  • પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો

  • સ્પિરિટ ઓફ ક્રિકેટ: PCBએ ફોટોના કેપ્શનમાં લખ્યું

ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2021ની પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. રવિવારના રોજ દુબઇમાં ટીમ ઇન્ડિયાના હરિફ પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાનની ભારત સામે આ પહેલી જીત છે.

મેચ પૂરી થયા બાદ બંને ટીમોના ખેલાડીઓએ ખેલ ભાવનાનો પરિચ કરાવતા ફેન્સના પણ દિલ જીતી લીધા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ એક ફોટો શેર કરતાં કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે.

 

PCBએ ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’

તો સોશિયલ મીડિયા પર પણ મેચ પૂરી થયા બાદ એક વીડિયો વાયરલ થયો. જેમાં કોહલી વિપક્ષી ટીમના કેપ્ટન બાબર આઝમ અને રિઝવાનને અભિનંદન પાઠવતા દેખાય છે. સાથો સાથ ભારતીય કેપ્ટન એ મોહમ્મદ રિઝાવનને હસતા-હસતા ગળે લગાવ્યો.

આવી રહી મેચ

ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં ભારતે સાત વિકેટ પર 151 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 49 બોલ પર 57 રનની સારી ઇનિંગ્સ રમ્યા. આ સિવાય ઋષભ પંતે 39 રનનું અગત્યનું યોગદાન આપ્યું. પાકિસ્તાનની તરફથી શાહીન આફ્રિદી એ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તો હસન અલીને બે, જ્યારે હરીસ રઉફ અને શાદાબ ખાને 1-1 વિકેટ લીધી. સામે પાકિસ્તાને 17.5 ઓવરમાં જ એકપણ વિકેટ ગુમાવ્યા વગર 152 રનનો ટાર્ગેટ પૂરો કર્યો. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન 79 અને કેપ્ટન બાબર આઝમ 68 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમ્યા હતા. ટીમ ઇન્ડિયા મેચ દરમ્યાન એક વિકેટ માટે તરસ્યું. મોહમ્મદ શમી અને વરૂણ ચક્રવર્તી ખાસ્સા મોંઘા સાબિત થયા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો