T20 World Cup: Team India can get a chance for 4 new players
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ: 4 નવા ખેલાડી સાથે ફરીથી ટીમ ઇન્ડિયાની ઘોષણા થશે!

ટી-20 વર્લ્ડકપ: 4 નવા ખેલાડી સાથે ફરીથી ટીમ ઇન્ડિયાની ઘોષણા થશે!

 | 11:25 pm IST
  • Share

  • 13 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાની ફરીથી ઘોષણા થશે?
  • હાર્દિક પંડ્યા પર સંકટના વાદળો
  • ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની ફરીથી જાહેરાત

ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની ઘોષણા થઇ ગઇ છે. પરંતુ આઇપીએલ 2021 દરમિયાન ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવામાં કેટલાક નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. બીસીસીઆઇ પહેલા જ ઘોષણા કરી ચૂક્યું છે કે 13 ઓક્ટોબરે ટીમની જર્સી લોંચ કરશે. આ સાથે જ નવા ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી શકે છે. વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ રહી છે અને ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મેચથી થશે.

એક ખબર અનુસાર, 13 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાની ફરીથી ઘોષણા થઇ શકે છે. વધુમાં વધુ 22 ખેલાડીઓને ટીમમાં રાખવામાં આવી શકે છે. ઉમરાન મલિક, આવેશ ખાન અને વેંકટેશ અય્યરની પહેલાથી જ ટીમમાં જોડાવાની ખબર સામે ગઇ છે. ચોથા ખેલાડી તરીકે ઝડપી બોલર હર્ષલ પટેલને ટીમ સાથે જોડવામાં આવી શકે છે. તેને આઇપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 32 વિકેટ હાંસલ કરી છે. તેણે આઇપીએલમાં હેટ્રિક પણ લીધી છે.

હાર્દિક પંડ્યાનું શું થશે?

હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2021 દરમિયાન બોલિંગ કરી નથી. સિલેક્ટર્સ અને બોર્ડ તરફથી અત્યાર સુધી પંડ્યાની ફિટનેસને લઇ તસવીર સાફ કરી નથી. આવામાં જો તે બોલિંગ કરવા માટે ફીટ નથી થતો તો ટીમ સંયોજનમાં વિરાટ કોહલીને મુશ્કેલી આવી શકે છે. આઇપીએલમાં પંડ્યા બેટ્સમેન તરીકે પણ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. વેંકટેશ અય્યરને તેના કવર તરીકે રાખવાની વાત સામે આવી રહી છે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડી: શ્રેયસ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, મેન્ટોર – મહેન્દ્ર સિંહ ધોની

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો