t20 world cup Team india match live in PVR multiplex
  • Home
  • Sports
  • Cricket
  • T20 WC: અમદાવાદના આ મલ્ટીપ્લેક્સમાં ટીમ ઇન્ડિયાની મેચનું લાઇવ પ્રસારણ થશે

T20 WC: અમદાવાદના આ મલ્ટીપ્લેક્સમાં ટીમ ઇન્ડિયાની મેચનું લાઇવ પ્રસારણ થશે

 | 9:33 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપની મેચનું લાઇવ પ્રસારણ
  • દેશના 35 શહેરોમાં મલ્ટીપ્લેક્સમાં લાઇવ મેચ
  • PVR સિનેમા અને ICC વચ્ચે કરાર થયો

ટી-20 વર્લ્ડકપની શરૂઆત થવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. આ મહાટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધના મુકાબલાથી થશે. આ દરમિયાન ભારતમાં ટી-20 વર્લ્ડકપની મેચોના પ્રસારણને લઇ એક મોટી જાણકારી સામે આવી છે. દેશના લગભગ 35 શહેરોમાં ફેન્સ હવે મલ્ટીપ્લેક્સમાં પણ લાઇવ મેચ જોઇ શક્શે.

પીવીઆર અને આઇસીસી વચ્ચે કરાર

મલ્ટીપ્લેક્સ ચેન ચલાવનાર PVR સિનેમા દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી છે. પીવીઆર સિનેમાનો આઇસીસી સાથે કરાર થયો છે, આવામાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાનાપ વર્લ્ડકપની ભારતીય ટીમની મેચનું પ્રસારણ સીધુ મલ્ટીપ્લેટ્કસમાં થઇ શક્શે.

35 શહેરોના મલ્ટીપ્લેક્સમાં LIVE પ્રસારણ

પીવીઆર અનુસાર, તેઓ ભારતની તમામ મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચોનું પ્રસારણ કરશે. દેશના કુલ 35 શહેરોમાં 75 મલ્ટીપ્લેક્સ હોલમાં આ પ્રસારણ કરવામાં આવશે. જેમા નવી દિલ્હી, મુંબઇ, પૂણે અને અમદાવાદ જેવા શહેરો સામેલ છે.

નોંધનિય છે કે, દેશના અલગ-અલગ શહેરોમાં આમ પણ પ્રશંસકો મોટી સ્ક્રિન લગાવીને મેચની મજા માણે છે, આવામાં હવે સીધુ મલ્ટીપ્લેક્સમાં મેચ જોવું પણ એક સુખદ અનુભવ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ છે. તેના પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ રમશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો