T20 World Cup: Two bowlers in Team India play against Pakistan
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup: ટીમ ઇન્ડિયામાં બે બોલરોનું સ્થાન ફાઇનલ!

T20 World Cup: ટીમ ઇન્ડિયામાં બે બોલરોનું સ્થાન ફાઇનલ!

 | 5:41 pm IST
  • Share

  • પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાના બે બોલરનું સ્થાન નક્કી
  • જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ફાઇનલ
  • ભારત-પાકિસ્તાન મેચમાં બુમરાહ-શમી રમશે

ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપ પહેલા પોતાની બીજી અને અંતિમ વોર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહી છે. વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લઇ ટીમ ઇન્ડિયાને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે પ્રથમ અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે રગદોળ્યું હતું. મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. જોકે તેમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની મેચમાં તક મળી નથી. આવામાં તેઓના પ્રદર્શનને જોતા વર્લ્ડકપની પ્રથમ મેચમાં તેમનું રમવું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા અને એક વિકેટ પોતાના નામે કરી હતી. તેણે અંતિમ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી. ત્યાં જ મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. જોકે તે થોડો મોંઘો સાબિત થયો હતો અને 40 રન આપ્યા હતા. મેચમાં ભુવનેશ્વર કુમાર સારૂ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઇ શક્યો નહોતો. જોકે આજે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેણે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી છે.

બુમરાહે 21 તો શમીએ 19 વિકેટ લીધી

આઇપીએલ 2021ની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી બંનેએ સારૂ પ્રદર્શન કર્યું હતું. બુમરાહે 14 મેચમાં 20ની સરેરાશથી 21 વિકેટ લીધી હતી. ઇકોનોમી 7.45ની રહી હતી. 36 રન આપીને 3 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન હતું. ત્યાં જ શમીએ 14 મેચમાં 21ની સરેરાશથી 19 વિકેટ લીધી હતી. ઇકોનોમી 7.50ની રહી. 21 રન આપીને 3 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું હતું. ભુવનેશ્વર કુમાર માત્ર 6 વિકેટ લઇ શક્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો