taapsee pannu comments indirectly on kangana ranaut
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફરી કંગના સાથે બાખડી પડી તાપસી પન્નુ, કહ્યુ કે હું એક છીંક ખાઉ તો પણ …

ફરી કંગના સાથે બાખડી પડી તાપસી પન્નુ, કહ્યુ કે હું એક છીંક ખાઉ તો પણ …

 | 11:00 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. તાપસી પન્નુ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. આ સિવાય તાપસી તેના આગવા અંદાજ માટે પણ જાણીતી છે. તાપસીએ ઘણી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કરીને ફિલ્મ ઉદ્યોગમાં નામના મેળવી છે. તાપસી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જો કે ઘણી વખત તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ જાય છે અને વિવાદોમાં ઘેરાય છે.

તાજેતરમાં તાપસી તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. આ બધાની વચ્ચે તાપસી એકવાર ફરી ચર્ચામાં આવી છે. તાપસીએ એક મુલાકાતમાં કહ્યું છે કે જે રીતે તે સોશિયલ મીડિયા પર સતત ટ્રેંડ કરે છે તેનાથી તેનુ ગજુ છતુ થાય છે કે તનુ કદ કેટલુ વિકસીત થઇ ગયુ છે.

ઇન્ટરવ્યૂમાં, તાપસી પન્નુને પૂછવામાં આવ્યું હતું કે તે કેવી રીતે લાઇમલાઇટમાં આવે છે. આ અંગે તાપસીના જવાબને લઈને ચર્ચામાં છવાઇ ગઇ છે. તાપસીએ કહ્યુ કે હું છીંક ખાઉ તો પણ લોકો તેની નોંધ લે છે. પ્લીઝ નજર ન લગાવશો. હું આનાથી ખુબજ ખુશ છુ. સોશિયલ મીડિયા પર મારૂ કેટલુ ચાલે છે. કેટલાયે લોકો બફાટ કરે લોકો તેની નોંધ પણ નથી લેતા.

આ વાત પર એવુ માનવામાં આવે છે કે તાપસીએ આડકરતી રીતે કંગના રનૌત પર આ વાતને લઇને નિશાન સાધ્યુ છે. તાપસી અને કંગનાની તકરાર સૌ કોઇ જાણે છે બંને વચ્ચે સતત તર્ક વિતર્ક આક્ષેપ થયા કરે છે.

તાપસીએ આગળ કહ્યુ કે હુ ખુબ જ ખુશ છુ કે લોકો મારો અડધો ફોટો જોઇને અટકળો શરૂ કરી દે છે કદાય મે કોઇની કોપી કરી લીધી લાગે છે તાપસી પર કંગનાની બહેન રંગોલીએ સસ્તી કોપી કહી આક્ષેપ કર્યો હતો આ તેનો જવાબ હોય તેવુ લાગી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન