taapsee pannu cuts her hair short experiment Instagram celebs reaction
  • Home
  • Featured
  • Photos: તાપસી પન્નૂએ તેના સુંદર વાળ પર કાતર ચલાવી દીધી, પ્રશંસકો બોલ્યા અરે આ શું?

Photos: તાપસી પન્નૂએ તેના સુંદર વાળ પર કાતર ચલાવી દીધી, પ્રશંસકો બોલ્યા અરે આ શું?

 | 9:08 am IST

તાપસી પન્નૂ તેની ખુબસુરતીની સાથે સાથે તેના વિચારોની અભિવ્યક્તિને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. તેની ફિલ્મોએ છપ્પર ફાડીને કમાણી કરી દીધી છે. ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી તાપસીની ફિલ્મ થપ્પડે દર્શકોના દિલ જીતી ચુકી છે. હવે ફરી એક વખત તાપસી ચર્ચામાં છે. આ વખતે તાપસી ફિલ્મોને લઈને નહી પણ તેની હેરસ્ટાઇલના કારણે ચર્ચામાં છવાયેલી છે.

તાપસી તેના વાંકડીયા વાળથી એક અલગ ઓળખ ઉભી કરે છે તાપસીએ તેના વાળ પર કાતર ચલાવી દીધી છે. તેણે તેના નવા હેરકટનો લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તાપસીએ લખ્યું કે મારૂ એક્સપેરીમેન્ટ હજુ ચાલુ જ છે. કેમકે મારા વાળ કલર હેન્ડલ ન કરી શક્યુ આથી મે મારા વાળ પર કાતર ચલાવી દીધી છે. મે સાંભળ્યુ છે કે લોકો તેના વાળને લઇને ખુબજ એટેચ હોય છે પણ મને લાગે છે કે આ ઘરની ખેતી છે અને મને મારા પંજાબી લોહી પર વિશ્વાસ છે.

તેની આ હેરસ્ટાઇલ જોઈને તેના કો-સ્ટાર્સ અને સેલેબ્સ પણ ચોંકી ગયા છે. ભૂમિ પેડનેકરે ચોંકીને કહ્યું કે એક સેકન્ડ શું ખરેખરે તે તારા વાળ કાપી નાંખ્યા? માય ગોડ વિશ્વાસ નથી બેસતો.

થપ્પડના ડાયરેક્ટર અનુભવ સિન્હાએ તાપસીને લોકલ ભાષામાં કહ્યુ કે અરે આ શું કરી નાંખ્યુ? સાકિબ સલીમે તાપસીની તસવીર પર કમેન્ટ કરી દીધી.

તાપસીએઁ તેના વાળમાં પર્પલ કલર કરાવ્યો હતો તાપસી તેના વાંકડીયા વાળથી સુંદર લાગે છે. દર્શકો તેના નવા હેરકટ જોઇને કહે છે અરે આ શું કરી નાંખ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન