Taapsee Pannu epic reply after called female Ayushmann Khurrana
  • Home
  • Entertainment
  • Bollywood
  • આયુષ્માન ખુરાના સાથે સરખામણી થતા ભડકી એક્ટ્રેસ તાપસી પન્નુ! આપ્યો જડબાતોડ જવાબ

આયુષ્માન ખુરાના સાથે સરખામણી થતા ભડકી એક્ટ્રેસ તાપસી પન્નુ! આપ્યો જડબાતોડ જવાબ

 | 8:29 pm IST

બોલિવૂડ અભિનેત્રી તાપ્સી પન્નુ અલગ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ એક્ટિવ રહે છે અને ઘણી વખત ટ્રોલ કરનારાઓને જબરદસ્ત જવાબ પણ આપે છે. ત્યારે શનિવારે 65માં ફિલ્મફેર એવોર્ડ્સમાં તાપસીને ફિલ્મ ‘સાંડ કી આંખ’ માટે એવોર્ડ મળ્યો. ત્યારે બાદ તાપસીના ફેન્સ તેને શુભેચ્છા પાઠવા લાગ્યા.

આ ક્રમમાં એક યુઝર્સે તાપસીની સરખામણી આયુષ્માન ખુરાના સાથે કરી તો અભિનેત્રીને આ વાત ન ગમી અને તેને વળતો જવાબ આપ્યો. તનુજ ગર્ગના બોલિવૂડ પ્રોડ્યુસર તનુજ ગર્ગે લખ્યું કે,‘આપણી બોલીવુડની મહિલા આયુષ્માન ખુરાના, તાપ્સીને ઘણા અભિનંદન.’ આ ટ્વીટ પર તાપ્સી પન્નુએ જવાબ આપ્યો કે,’આ અંગે તમે શું કહેશો કે જો મને જો હું બોલીવુડની પ્રથમ તાપ્સી પન્નુ બોલાવો.’

તાપસી પન્નુના આ ટ્વીટ પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તાપસીની આવનારી ફિલ્મ ‘થપ્પડ’ છે. જે 28 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા છે. આ પહેલા તાપસીએ અનુભવ સિન્હા સાથે ફિલ્મ ‘મુલ્ક’માં કામ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: LRD ભરતી મુદ્દે સરકારના નિર્ણય બાદ જીતુ વાઘાણીની પ્રેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન