taapsee-pannu miffed sujoy-ghosh Now u wait till u finish next script n dare u make a mother again
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ખબરદાર જો ફરીથી માતા બનાવી’ નહીંતર જોઇ લેજો શું થાય છે, ટ્વિટર પર ડાયરેક્ટર સાથે બાખડી પડી આ અભિનેત્રી

‘ખબરદાર જો ફરીથી માતા બનાવી’ નહીંતર જોઇ લેજો શું થાય છે, ટ્વિટર પર ડાયરેક્ટર સાથે બાખડી પડી આ અભિનેત્રી

 | 2:44 pm IST
  • Share

બૉલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર તેના અભિપ્રાય આપે છે. તાજેતરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, સામાન્યથી લઇને ખાસ વ્યક્તિએ તેમની માતાને યાદ કરી. આ પ્રસંગે બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક સુજોય ઘોષે સોશિયલમીડિયા પર એક ખાસ તસવીર શેર કરી હતી, આ તસવીર જોયા પછી તાપસી પન્નુ ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી અને સુજોય ઘોષ સાથે પોતાનો કરતા ટ્વિટર પર બોલવા લાગી હતી.

ડિરેક્ટર સુજોય ઘોષ સાથે તાપસી પન્નુની સારી મિત્રતા છે. બંનેએ ફિલ્મ ‘બદલા’ માં પણ સાથે કામ કર્યું છે. મધર્સ ડે નિમિત્તે તેમણે ટ્વિટર પર પોતાની ફિલ્મોમાં માતાનું પાત્ર ભજવી ચુકેલી વિદ્યા બાલન અને અમૃતા સિંહની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, માના રૂપમાં ભગવાન આપણા દરેકની નજીક છે.

આ પોસ્ટમાં, તાપસી પોતાને ન જોવા મળતાં નારાજ થઇ હતા અને લખ્યું હતું, ‘સાંભળો. મારો ફોટો ક્યાં છે હું પણ એક માતા બની હતી. જવાબમાં સુજોયે હસીને કહ્યું, “તમારો ફોટો હાલ બનાવવા આપ્યો છે.તાપસીએ જવાબ આપ્યો, ‘મારે કહેવું છે, આ ખોટું છે. એક તો હું ફિલ્મમાં માતા બનવા તૈયાર થઇ અને તમે મારી ફોટો પણ મુકી રહ્યા નથી. હવે તમે જુઓ તમારી આગામી સ્ક્રિપ્ટ પુરી કરવા સુધી શુ થાય છે. અને ખબરદાર જો મને માતા બનાવી તો…
સુજોય ઘોષે જવાબમાં કહ્યું, ‘નહીં તો થપ્પડ?’ તાપ્સી પન્નુ અને સુજોય ઘોષની આ રમૂજી વાતચીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બંનેના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

તપસી પન્નુએ સુજોય ઘોષની ફિલ્મ બદલામાં અભિનય કર્યો હતો, જેમાં તેને એક નાનો બાળક હતો, તેમની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અમૃતા સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં તેની પર હત્યાનો આરોપ છે.

આ પણ જુઓ : અબુધાબીમાં 900થી વધુ ભારતીયો ફસાયા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો