Taarak Mehta fame TV actress Munmun Dutta photos viral
  • Home
  • Featured
  • તારક મહેતા…ની બબીતાએ ફરી સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો

તારક મહેતા…ની બબીતાએ ફરી સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો

 | 11:17 pm IST

ટીવીની પોપ્યુલર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર દર્શકો વચ્ચે ખૂબજ લોકપ્રિય છે. આ પાત્રમાંથી એક છે બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા જે તેના ગ્લેમરસ અંદાજના કારણે ટીવીની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે. મુનમુન દત્તા ઇસ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સતત પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણી પસંદ આવે છે.

આપને જણાવી દઈએ કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. મુનમુન દત્તા ટીવી સિરિયલ ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યુ હતું. ત્યારે બાદ તે ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ અને ‘હોલી ડે’ માં પણ જોવા મળી હતી. ઇસ્ટાગ્રામની વાત કરીએ તો મુનમુન દત્તાના લગભગ 18 લાખથી વધુ ફોલોવર્સ છે. તાજેતરમાં મુનમુન દત્તાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જેને ફેન્સ ખૂબ લાઇક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન