‘Taarak Mehta Ka Ooltah Chashmah’ actress Priya Ahuja taking Break
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! હજુ દયા સાથે મનામણા થયા નથી ત્યાં બીજી અભિનેત્રી ‘તારક મહેતા…’ શોમાંથી લેશે બ્રેક

OMG! હજુ દયા સાથે મનામણા થયા નથી ત્યાં બીજી અભિનેત્રી ‘તારક મહેતા…’ શોમાંથી લેશે બ્રેક

 | 5:05 pm IST

આ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી 2 વર્ષ પહેલા લીડ અભિનેત્રી દિશા વાકાની એટલે કે દયા બેન પ્રેગ્નન્સીના કારણે બહાર ગઈ હતી એ હજુ પરત ફરી નથી. હવે સમાચાર છે કે વધુ એક એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે અને તે પણ શોમાંથી બ્રેક લેવાની છે. પ્રિયા હવે આ શોમાં જોવા નહીં મળે. તાજેતરમાં પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે. તેણે એક તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘મારા પાંચમા બાળકના સ્વાગત માટે તૈયાર’. તે પ્રેગ્નન્સીના લાસ્ટ દિવસોમાં હેપ્પી છે. આ ફોટામાં સીરીયલનાં કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળી રહ્યા છે.

હાલમાં દિશા વાકાણી એટલે કે દયા ભાભીની તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ પહેલા દિશા એક-બે સીન્સ માટે શોમાં જોવા મળી હતી. જોકે આટલા લાંબા ગેપ પછી શોના મેકર્સ તેને રિપ્લેસ નથી કરી રહ્યા.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન