taarak mehta babita ji actress munmun dutta in devil avtar
  • Home
  • Entertainment
  • Bollywood
  • હંમેશા હોટ ફોટો શેર કરતી બબીતાજીએ આ વખતે અલગ અવતાર ધારણ કર્યો, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા

હંમેશા હોટ ફોટો શેર કરતી બબીતાજીએ આ વખતે અલગ અવતાર ધારણ કર્યો, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા

 | 10:53 pm IST

નાના પડદા પર 12 વર્ષથી જબરદસ્ત ટીઆરપી મેળવતા ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં રહે છે. આ શો પણ ખાસ છે કારણ કે તેના પર જોવા મળતા દરેક પાત્રની અલગ ફેન ફોલોઇંગ હોય છે. આ શોમાં બબીતા ​​જીનું પાત્ર મુનમુન દત્તા નિભાવી રહી છે. મુનમુન તેની સુંદરતાને કારણે જબરદસ્ત ચર્ચાતી હોય છે. પરંતુ હાલમાં તેનો સુંદર નહીં પણ ખતરનાક ડેવિલ અવતાર ચર્ચામાં આવ્યો છે.

મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિઓયો તેણે ડેવિલ ઇફેક્ટ સાથે વીડિયો ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તેમની પાછળ પીછાઓ જોવા મળે છે અને અભિનેત્રીની આંખોનો રંગ પણ બદલાઈ ગયો છે. આ વીડિયોમાં તેના ચહેરાના હાવભાવ કોઈ શેતાન કરતા ઓછા નથી.

આ વીડિયો શેર કરતી વખતે મુનમુને લખ્યું- ‘હું શેતાન (ડેવિલ)ની ભૂમિકા પણ નિભાવી શકું છું. 1 થી 10 ના નંબરમાં તમે મારા શેતાન દેખાવને કેટલા નંબર આપશો? ‘.કેપ્શન પર ખુદ મુનમુને જ આ દેખાવને 10 માંથી 7 અથવા 8 નંબર આપી દીધી. આ સિવાય તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ પોસ્ટ પર કમેન્ટ સેક્શનને બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ્સ શેર કરીને હંમેશા ચર્ચામાં જોવા મળે છે. તેનું સુંદર ફોટોશૂટ ઇન્ટરનેટ પર ઘણી વખત વાયરલ થાય છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ કોવિડ હોસ્પિટલની દાદાગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન