taarak mehta munmun dutta abandoned kilimanjaro climb this reason
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! પહાડ ટ્રેકિંગ વખતે બબીતાજી સાથે સતત બે રાત સુધી ઘટી દુર્ઘટના

OMG! પહાડ ટ્રેકિંગ વખતે બબીતાજી સાથે સતત બે રાત સુધી ઘટી દુર્ઘટના

 | 2:17 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની હિરોઈન મુનમુન દત્તા એટલે કે બબીતાજી ઘણી ફેમસ છે. જેઠાલાલ અને બબિતાની કોમેડી વાતાવરણને હળવું ફુલ બનાવી દે છે. હાલમાં જ બબીતાજી તંજાનિયામાં કિલિમંજારો પહાડો પર ટ્રેકિંગ કરવા ગઈ હતી. જ્યાં એની સાથે કંઈક એવું થયું કે રાતોરાત આ ટ્રિપ કેન્સલ કરવી પડી અને ઘરે પાછા આવવું પડ્યું.

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવી હતી. તેણે કહ્યું કે, જ્યારે મે પહાડ ચઢવાનું શરૂ કર્યું ત્યારે હું જાણતી હતી કે ગૃપમાંથી સૌથી તાકાતવર અને સ્ટ્રોંગ મેમ્બર હું જ છું. પરંતુ ઘણી એવી વસ્તુ હોય કે જેની તૈયારી તમે ક્યારેય ન કરી શકો.

બબીતાજીએ કહ્યું કે ચઢાઈ શરૂ કરી એનાં બે જ દિવસમાં પાછુ આવવું પડ્યું જેનું કારણ હતું ક્લૌસ્ટ્રફોબિયા. મુનમુનને બે રાતથી ખુબ ક્લૌસ્ટ્રફોબિયા અનુભવાતું હતું. જેને લઈને તેને પૈનિક અટેક પણ આવ્યો. ત્યારબાદ પહાડ પર ચઢાવનારી ટીમ તેને ઈમરજન્સીમાં નીચે લાવી.

મુનમુને એ પણ જણાવ્યું કે, પહાડ પર અંધારૂ જોઈને એને બીક લાગતી હતી. જેનાં કારણે તે બેહોશ થઈ ગઈ. રોજ સાંજે અંધારાની બીક લાગવાને કારણે મુનમુને વચ્ચે જ પોતાની ટ્રિપને રોકી દીધી અને તે પાછી ઘરે ફરી. મુનમુને જે લોકોએ એની મદદ કરી એ બધાનો પણ આભાર માન્યો હતો.

મુનમુને મુંબઈ પાછા આવીને ઈન્સટાગ્રામ પર પોતાની આપવીતી સંભળાવી હતી. જો કે ત્યારબાદ તેણે જીમની એક તસવીર શેર કરીને કહ્યું કે તે હવે ઠીક છે. જુઓ બબીતાજીનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન