taarak mehta ka ooltah chashmah raj anadkat to palak sidhwani net worth
  • Home
  • Entertainment
  • Bollywood
  • તારક મહેતાની ટપ્પુ સેનાની ફીને લઈ થયો ખુલાસો, જાણો આ ટેણિયાઓ એક એપિસોડના કેટલા કમાઈ છે

તારક મહેતાની ટપ્પુ સેનાની ફીને લઈ થયો ખુલાસો, જાણો આ ટેણિયાઓ એક એપિસોડના કેટલા કમાઈ છે

 | 5:15 pm IST

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ઘણો લોકપ્રિય છે. ત્યારે ખાસ કરીને બાળકોના રોલ નિભાવનારા બાળ કલાકારો લોકોને ભારે પસંદ પડે છે. તેની આગવી શૈલી લોકોનું મન મોહી લે છે અને ખુબ હસાવે છે. ટપ્પુ સેનાના નામથી ઓળખાતી આ ગેંગની શૈતાની હરકતો લોકોને ખુબ મનોરંજન પુરુ પાડે છે. ત્યારે બધાને સવાલ હશે કે આખરે આ લોકોની ફી કેટલી અને દરેક બાળકોને એક શોના કેટલા પૈસા મળતા હશે. તો હવે આ બધા ટેણિયાને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે.

તારક મહેતામાં રાજ ટપ્પુનો રોલ કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજને એક એપિસોડના 20 હજાર રૂપિયા મળે છે.

ગોલીનો કિરદાર નિભાવનાર કુશ શાહ પણ પ્રખ્યાત છે. મીડિયા રિપોર્ટ અનુસાર કુશ પોતાના રોલ માટે એક એપિસોડના 15 હજાર રુપિયા લે છે.

પલક સિદ્ધવાની એટલે કે સોનુનો રોલ કરનારી આ છોકરી એક એપિસોડના 10 હજાર રૂપિયા લેવાની વાત કરવામાં આવી રહી છે.

સમય શાહ તારક મહેતામાં ગોગીનો રોલ કરે છે. તેને એક એપિસોડના 15 હજાર રૂપિયા મળે છે.

ટપ્પુ સેનાનો પિંકુ એટલે કે અજહર શેખ પણ 2008થી આ શોમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને એક એપિસોડના 10 હજાર રૂપિયા આપવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ: કંગના રનૌત VS શિવસેનાનો 7મો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન