taarak-mehta-ka-ooltah-chashmah-writer-dies-by-family-blames-cyber-loan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા…’ના લેખકે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખેલું કારણ જાણીને હચમચી જશો!

‘તારક મહેતા…’ના લેખકે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખેલું કારણ જાણીને હચમચી જશો!

 | 2:57 pm IST
  • Share

પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)ના લેખક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. જેની એક સુસાઈડ નોટ પણ સામે આવી છે. અભિષેક ઘણા લાંબા સમયથી આ સીરિયલના લેખક હતા. મળતી જાણકારી પ્રમાણે અભિષેક ઘણા લાંબા સમયથી આર્થિક પરિસ્થિતિ સામે લડી રહ્યો હતો અને સુસાઈડ નોટમાં પણ આ જ કારણ છે એવું કહેવામાં આવી રહ્યું છે.

અભિષેકે ગયા અઠવાડિયે આત્મહત્યા કરી અને તેના પરિવારનો આરોપ છે કે તે સાયબર ફ્રોડનો શિકારી પણ બન્યો હતો. અને તેને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એક અખબાર અનુસાર અભિષેકના પરિવાર અને મિત્રોનો આરોપ છે કે તેના મોત બાદ જેણે ફ્રોડ કર્યો એને લગાતાર ફોન આવી રહ્યા હતા. ફોનમાં તેઓ કહેતા હતા કે અમારા પૈસા પાછા આપી દો, અભિષેકે તેને લોનમાં ગેરેંટર બનાવ્યા હતા.

અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલી આવેલા ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ચારકોપ પોલીસે આ મામલે એક્સિડેંટલ ડેથનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પરિવારનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો કે અભિષેકના ઈમેઈલથી ફાયનાન્શિયલ ફ્રોડની વાત સામે આવી છે. આ સિવાય પોલીસ અનુસાર સુસાઈડ નોટમાં પણ આર્થિક ફ્રોડની વાત સામે આવી છે. કે જેની સાથે અભિષેક છેલ્લા કેટલાક મહિનાથી લડી રહ્યો હતો. પરંતુ અભિષેકે કંઈ વધારે આ વિશે વાત લખી નથી.

આ વીડિયો પણ જુઓ: ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન