taarak mehta sonu palak sidhwani reveals why she is not friend with tappu
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા’ની સોનુનો મોટો ખુલાસો, ‘મારે ટપ્પુ સાથે માત્ર સીરિયલ પૂરતા જ સારા સંંબધો…’

‘તારક મહેતા’ની સોનુનો મોટો ખુલાસો, ‘મારે ટપ્પુ સાથે માત્ર સીરિયલ પૂરતા જ સારા સંંબધો…’

 | 9:31 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 12 વર્ષથી ટીવી પર દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ કોમેડી સિરીયલમાં દરેક પાત્રનું પોતાનું એક અલગ જ મહત્વ છે. તો શોમાં ચાહકોને ટપ્પુ અને સોનુની જોડી પણ ખૂબ જ ગમે છે. ટપ્પુ સેનાના આ બંને સભ્યો સ્ક્રીન પર એકબીજાના નજીકના મિત્રો બતાવવામાં આવી છે. શોમાં પણ તેની બન્નેની ખૂબ સારી બોન્ડિંગ છે. પરંતુ તેમને ઓફ સ્ક્રીન બિલકુલ બનતી નથી.

સોનુનો રોલ કરનારી અભિનેત્રી પલક સિદ્ધવાની એ વાતનો ખુલાસો કર્યો છે. દ્વારા બહાર આવ્યું છે. એક વાતચીત દરમિયાન સોનુ એટલે કે પલક સિદ્ધવાનીએ કહ્યું, “સેટ પર લગભગ 80 લોકો છે, અને તેમાંના દરેક લોકો એકબીજાના મિત્ર હોય એવું જરૂરી નથી. મને એ વિશ્વાસ છે કે જો તમારી ઓફિસમાં ઘણા લોકો હોય તો તમે ત્યાં કામ કરતા બધા લોકો સાથે મિત્રતા રાખી ન શકો. આથી જ હું અને રાજ સારા મિત્રો નથી. ”પરંતુ અમે એક બિઝનેસની રીતે સારો બોન્ડ શેર કરીએ છીએ અને અમારી વચ્ચે કોઈ લડત નથી. બસ એટલું જ કે મને સમય (ગોગી), કુશ (ગોલી) અને અઝહર (પિંકુ) સાથે વધારે સમય મળે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે રાજ અને હું સારા સંબંધો નથી ધરાવતા. પરંતુ તે મારો વર્કિંગ પાર્ટનર છે.

ઉલ્લેખનીય છે કે આ શોમાં રાજ અનાદકટ (ટપ્પુ) અને પલક સિદ્ધવાની (સોનુ) એ આ પહેલાં ભવ્ય ગાંધી અને નિધિ ભાનુશાલી રોલ ભજવતા હતા. ભવ્ય ગાંધીએ 2017ના અંતે શોને અલવિદા કહ્યું તો નિધિએ 2019ના અંતમાં શો છોડી દીધો હતો. લોકડાઉનને કારણે આ શો છેલ્લા 3 મહિનાથી બંધ છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં પ્રદૂષણ પાપીઓનું વધુ એક પાપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન