Tablighi Jamaat Attended Shaheen Bagh Protest?
  • Home
  • Corona live
  • તબલીગી જમાતને લઈને થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, શાહીન બાગ સાથે જોડાયા તાર

તબલીગી જમાતને લઈને થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, શાહીન બાગ સાથે જોડાયા તાર

 | 8:58 pm IST

કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકાર માટે માથાનો દુખાવો બનેલા નિઝામુદ્દીન તબલિગી જમાતના જલસા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર તબલીગી જમાતના કેટલાક લોકોના તાર CAAના વિરોધમાં શાહીન બાગમાં આયોજીત પ્રદર્શન સાથે જોડાઈ રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓને શક છે કે તબલિગી જમાત સાથે જોડાયેલા કેટલાક લોકો શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા. આંદામાનના રહેવાસી એવા તબલિગી જમાતના એક સભ્યે તપાસ એજન્સીઓને કેટલીક એવી માહિતી આપી છે.

તબલિગી જમાતના આ સભ્યે તપાસ એજન્સીઓને જણાવ્યું છે કે, તેણે 18 માર્ચના રોજ શાહીન બાગની મુલાકાત લીધી હતી. હાલ તપાસ રિપોર્ટમાં કોરોના વાયરસના લક્ષ્ણોના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ખુલાસાએ દિલ્હી સરકારની સાથે સાથે શાહીન બાગ પ્રદર્શનકારીઓની પણ ઊંઘ ઉડાવી દીધી છે. તબલિગી જમાત દ્વારા શાહીન બાગમાં સામેલ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે.

હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, તબલિગી જમાત સાથે જોડાયેલા બીજા કયા કયા સભ્યો શાહીન બાગ ગયા હતાં? તમામ રાજ્યોની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને આવા તબલિગી જમાતના લોકોને શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓને એવી પણ શંકા છે કે, દિલ્હીની 16 મસ્જિદો તબલીગી જમાત સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે.

આ વીડિયો પણ જુઓ : તબલીગી જમાતના લોકો પર અભદ્રતાનો આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન