Tablighi Jamaat Maulana Saad Viral Audio On Corona Masjid During Markaj
  • Home
  • Corona live
  • કોરોનાની ગંભીરતાના લીરે લીરા ઉડાડતા તબલીગી જમાતના મૌલાનાનું વિચિત્ર નિવેદન વાયરલ

કોરોનાની ગંભીરતાના લીરે લીરા ઉડાડતા તબલીગી જમાતના મૌલાનાનું વિચિત્ર નિવેદન વાયરલ

 | 10:33 am IST

રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના લગભગ 1500 લોકો ભલે પોતાની જાતને ત્યાં ફસાયેલા હોવાનું જણાવી રહ્યાં હોય પરંતુ જમાતના મુખિયાનો એક વાયરલ થયેલો ઓડિયો કંઈક અલગ જ હકીકત જણાવે છે. તબલીગી જમાતના મૌલાના સાદનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં તે કોરોના વાયરસનો ઉલ્લેખ કરી રહ્યાં છે.

મૌલાના સાદ કોરોનાને લઈ કહે છે કે, મરવા માટે મસ્જિદથી વધારે બીજી કોઈ સારી જગ્યા હોઈ જ ના શકે. આ બાબત સ્પષ્ટ કરે છે કે, મૌલાના એ બાબત સારી રીતે જાણતા હતાં કે, આ રીતે એકત્ર થવાથી કોરોના વાયરસનું જોખમ વધારે છે.

તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓના કેસ વધી રહ્યાં છે. ત્યારે હવે જમાતના મુખિયાનો એક ઓડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જમાતના મુખિયા મૌલાના સાદ અનેક બાબતે પોતાનો મત વ્યક્ત કરે છે. આ દરમિયાન અહીં હારજ લોકોમાં ઘણા લોખો ઉધરસ ખાતા પણ સંભળાય છે. જે દર્શાવે છે કે, આ જલસામાં કોરોના વાયરસે પહેલા જ દસ્તક દઈ દીધી હતી પરંતુ તેને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવ્યો હતો.

મરવા માટે મસ્જિદથી વધારે સારી જગ્યા કોઈ નહીં : મૌલાના

મૌલાના સાદ ઓડિયોમાં કહેતા સંભળાય છે કે, એ વિચાર જ બેકાર છે કે, મસ્જિદમાં ભેગા થવાથી બિમારી ફેલાય છે, પણ હું કહેવા માંગુ છું કે, જો તમને એવુ દેખાય કે મસ્જિદમાં આવવાથી માણસ મરી જશે તો મરવા માટે આનાથી વધારે સારી બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે.

કુરાન વાંચતા નથી ને અખબાર વાંચે છે : મૌલાના સાદ

વાયરલ ઓડિયોમાં મૌલાના સાદ આગળ કહી રહ્યાં છે કે, અલ્લાહ પર વિશ્વાસ રાખો, કુરાન નથી વાંચવાને અખબાર વાંચો છો એટલે જ ડરી જાવ છો અને ભાગી જાવ છો. અલ્લાહ કોઈ પણ મુસીબત એટલે જ લાવે છે કે, તે પણ પરખી શકે કે મારો બંદો શું કરી શકે છે. તેઓ આગળ ઉમેરે છે કે, કોઈ કહે છે કે મસ્જિદને બંધ કરી દેવી જોઈએ, તાળા મારી દેવા જોઈએ કારણે તેનાથી બિમારી વધશે તો આ પ્રકારનો વિચાર તમે તમારા મનમાંથી કાઢી નાખો.

તબલીગી જમાતથી 19 રાજ્યોમાં ફેલાશે કોરોના?

તબલીગી જમાતની દિલ્હી મરકઝમાં ભારતના 19 રાજ્યોમાંથી લોકો આવ્યા હતાં. ત્યાર બાદ દેશમાં કોરોનાથી 10 મોત અને 80 નવા કેસ સામે આવ્યા છે. તેમાં માત્ર 45 બિમાર તો માત્ર તમિળનાડુમાંથી મળી આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબલિગ જમાતની મરકઝ 15 થી 18 માર્ચ યોજાઇ હતી. જો કે તેમાં ભાગ લેવા માટે 1લી માર્ચથી લોકો દિલ્હીમાં આવવા માડયાં હતાં. જેમાં 16 દેશોના 281 લોકો આવ્યાં હતાં. જ્યારે દેશનાં 18 રાજ્યોમાંથી 1200 જેટલી વ્યક્તિઓ આવી હતી. મરકઝના સમય દરમિયાન દેશ અને દુનિયામાં કોરોનાનો ફેલાવો થઇ ચૂક્યો હતો. દેશમાં 144 ની કલમ લાગુ થઇ ગઇ હતી. પરંતુ દિલ્હી પોલીસના નાક નીચે જ્યારે એક મસ્જિદમાં 2000 હજાર લોકો ભેગાં થયાં તેની કોઇ નોંધ ના તો પોલીસે લીધી કે ના તો પ્રશાસને લીધી. પરિણામ આજે એ આવ્યું છે કે ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન દેશને થયું છે.

જુઓ આ વીડિયો પણ : લોકડાઉનમાં કામ વગર બહાર નીકળનારા સામે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન