કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 12:05 am IST

એક મુલાકાત 

વીજળી ગાજે ત્યારે મને ડર લાગે છે,

પણ જ્યારે તું મારી પાસે હોય

ત્યારે મારું મન ગાજે છે.

હા, એ વાત સાચી છે કે,

આપણે મળ્યાં નથી હજી

પણ એ વાત ક્યાં ખોટી છે,

કે તારો અહેસાસ મારું મન ગજાવે છે

હું રાહ જોઈશ એ એક મુલાકાતની

મને ખબર છે કે તું મારો નથી,

પણ એ દિવસ તું ફક્ત મારો જ હોઈશ

એક દિવસ તો એક દિવસ

પણ હું રાહ જોઈશ તારી

ને પછી તું યાદ રાખીશ આપણી આ…

એક મુલાકાત.

  • રીંકલ જે.રાવત  – અમદાવાદ

વૃક્ષના છાંયામાં 

વૃક્ષના ઝાડ નીચે

લીમડાના મીઠા

છાંયામાં ભણતા હતા

તે યાદ આવે છે.

કોઈની સામે ભૂલથી

જોવાઈ જવાય તો

શરમાતા તે યાદ આવે છે.

તે પણ મારી સામે

જોતા હતા તે પણ

યાદ આવે છે.

ક્યાં ગયા તે દિવસો

હવે તો માત્ર

મીઠી સ્મૃતિઓ જ

રહી!

મધુર યાદો

મીઠી યાદો

શેં ભુલાય?

  • મહેશ એમ.દવે – ભાવનગર

સૂરજદાદા-ચંદામામા 

સૂરજ-ચાંદની, કેવી મઝાની જોડી,

કોઈ કહેતાં કોઈ, ના શકે તોડી…

સાત અશ્વોની, લાવે સવારી,

સાથે મઝાની, સ્ફૂર્તિ છે ન્યારી…

ચંદામામા સાથે લાવે, શીતળ ચાંદની દેવી,

અમૃત વરસાવી જગમાં, જાણે સાથે તારાની ટોળી…

ખડખડ હસતાં સૂરજ-ચંદા,

સોળ કળાએ ઉજાસ પથરાવે લાગે કેવા બંદા.

ઉનાળામાં લૂ વરસાવે, નભમાંથી અગન વરસાવે,

રાત પડતાં ચાંદામામા, ધરતી પર ઠંડક પ્રસરાવે.

પરીઓની વાર્તા, દાદા-દાદી સંભળાવતાં,

જગમાંહી ચારેકોર ઉજાસ પ્રસરાવતા.

ચેતન, શીતળતા ને ઉજાસ ફેલાવતાં,

પ્રભાત, સંધ્યાના મઝાના રંગો પ્રસરાવતા

સૂરજ-ચંદ્રની, કેવી મઝાની જોડી,

કોઈ કહેતાં કોઈ, ના શકે તોડી

  • રોહિત બી.જોશી,   – ખંભાત

તમારી યાદ

અરે! રાહ જોઈને તમારી

હવે અમે તો સુકાઈ ગયા.

તમારા દિલ ઉપરથી અમારાં

નામ કેમ ભૂંસાઈ ગયાં?

અનહદ ચાહ્યા છે તમને છતાં,

આંખોમાંથી કેમ લોપાઈ ગયા?

વિરહની વેદનાના વલોણે

દિલ અમારાં વલોવાઈ ગયાં.

વિશ્વાસ મૂકીને વચનો પર તમારાં

અમે ભોળાભાવે ભરમાઈ ગયા.

નતમસ્તકે જીવવું રહ્યું અમારે.

અમે તો જિંદગીભર શરમાઈ ગયા.

  • નરસિંહભાઈ.બી.રાઠોડ – બારેજા

ગઝલ 

કુછ હવા મુઝસે બાત કરતી હૈ

જાને ક્યા મુઝસે બાત કરતી હૈ

ચૂપ સા હોકે સુનતા રહતા હૂં.

કુછ ફિઝા મુઝસે બાત કરતી હૈ.

હર્ફ સા લિખતે જાતે હૈ બાદલ,

કુછ ઘટા મુઝસે બાત કરતી હૈ

અંગ સે ઐસે થોડા ઝુક ઝુક કે,

કિસ અદા મુઝસે બાત કરતી હૈ

દૂર સડકો મેં, કોઈ કદમોં કી,

ઈક સદા મુઝસે બાત કરતી હૈ,

રાહ કા કોઈ ભી ન મોડ બચા,

હર જગહ મુઝસે બાત કરતી હૈ

ક્યા અસર બોલૂં, ફાસલાં રખકે,

કુછ જરા મુઝસે બાત કરતી હૈ

  • મહેશ અઘેરા ‘અસર’   – નવા થોરાળ, રાજકોટ

શોધું છું

તમારા સ્નેહના સાંનિધ્યમાં

હિલોળા લેતા હૈયામાં પ્રેમ શોધું છું

સોળ કળાએ ખીલેલા ચંદ્ર પાસે

ચકોર બનીને ચાંદની શોધું છું

પતંગિયું બની જ્યોત સામે

પાંખોને આગ લગાડું છું.

ખબર છે મને અગનખેલની

છતાં દીપકમાં હોમાઈ જાઉં છું.

ક્યારેક તો હું ઇતિહાસનાં પાને

લયલા-મજનૂના પ્રેમને શોધું છું.

મન કદીક નથી માનતું ત્યારે

વહી ગયેલી યાદને વાગોળું છું

ભરતી ઓટમાં હું અટવાયો છું

ભવસાગરનો કિનારો શોધું છું

  • ભગુભાઈ ભીમડા   – ભરૂચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન