After Sonali Bendre This Bollywood Celebrity Removed Her Hair Because Of Cancer
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનાલી બેન્દ્રે બાદ હવે આ સેલિબ્રિટીએ કેન્સરનાં કારણે કરાવ્યું મુંડન, કહ્યું “નહોતુ વિચાર્યું કે…”

સોનાલી બેન્દ્રે બાદ હવે આ સેલિબ્રિટીએ કેન્સરનાં કારણે કરાવ્યું મુંડન, કહ્યું “નહોતુ વિચાર્યું કે…”

 | 6:13 pm IST

એક્ટર આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સારવાર કરાવી રહી છે. તાહિરાને બ્રેસ્ટ કેન્સર છે. તે પુરી મહેનતથી કેન્સર સામે લડી રહી છે. છેલ્લી કીમોથૈરિપી પહેલા તાહિરાએ કેટલાક વિડીયો શેર કર્યા હતા, જેમાં તે ખુશીઓ મનાવતી જોવા મળી હતી.

તાહિરાએ બાલ્ડ લૂકની શેર કરી છે તસવીર

હવે તાહિરાએ વધુ એક તસવીર શેર કરી છે. સોનાલી બેન્દ્રે બાદ તાહિરા પણ બાલ્ડ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની તસવીર શેર કરતા લખ્યું છે કે, ‘હેલ્લો, આ હું છું. જુના લૂકથી હું થાકી ગઈ હતી તો આ લૂક કેવો છે? આ ખુલ્લી રીતે વિચારવાની એક તક છે જે શબ્દોમાં વર્ણવી ના શકાય. મે ક્યારેય નહોતુ વિચાર્યું કે હું બાલ્ડ થઈ જઇશ. હું ઘણું સારું અનુભવી રહી છું.’

અડધી લડાઈ હું જીતી ચુકી છું: તાહિરા કશ્યપ

આ પહેલા તાહિરાએ પૉસ્ટ કરીને લખ્યું, ‘મારું માનવું છે કે જો કોઇ મુસીબત તમારા રસ્તામાં આવે છે તો તમારા પર છે કે તમે તેને હરાવો અને પોતાને વધારે સારા બનાવો. મારી આ પૉસ્ટ મારી આ સફરને સમર્પિત છે. અડધી લડાઈ હું જીતી ચુકી છું. અડધી એ લોકો માટે લડવા ઇચ્છુ છું જેઓ આમાંથી પસાર થઈ રહ્યા છે.’ તાહિરાએ વધુમાં લખ્યું કે, ‘મજબૂત બનો. આપણે આમાથી બહાર આવીશું. મારી આસપાસનાં લોકોનો પણ આભાર જેમણે મને સાથ આપ્યો.’

તાહિરાએ પોતાની બીમારીની જાણકારી પણ સોશિયલ મીડિયા પર આપી હતી. તાહિરાએ પૉસ્ટમાં જણાવ્યું હતુ કે તેને ડાબા બ્રેસ્ટમાં ઉચ્ચ સ્તરની કોશિકાઓવાળું ડીસીઆઈએસ છે. તાહિરાએ તે વખતે માસ્ટેક્ટોમી કરાવ્યું હતુ અને ત્યારબાદ તે કામ પર પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે તાહિરા રાઇટર છે.