પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનનો ભારે ગોળીબાર, મોર્ટારમારો : એકનું મોત - Sandesh
  • Home
  • India
  • પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનનો ભારે ગોળીબાર, મોર્ટારમારો : એકનું મોત

પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનનો ભારે ગોળીબાર, મોર્ટારમારો : એકનું મોત

 | 5:34 am IST

। નવી દિલ્હી ।

પાકિસ્તાને પુલવામાની વરસી પર પૂંછ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગ્રામીણનું મોત થયું હતું. આ હુમલામાં ચારને ઇજા થઇ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ જિલ્લાના શાહપુર અને કરની વિસ્તારના ગામો અને અગ્રીમ ચોકીને નિશાન બનાવીને મોર્ટારમારો કર્યો હતો અને નાના હથિયારોથી ગોળીબાર કરી હતી. પાકિસ્તાને ગામોને નિશાન બનાવીને ૧૨૦ એમએમના મોર્ટાર દાગ્યા હતા. એક વર્ષ પહેલાં અર્ધસૈનિક દળના કાફલા પર થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા.

આ પહેલાં ૮મી ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. ભારતીય સેનાએ આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

પાકિસ્તાનની આ હરકત એવા સમયે કરી છે, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ એદરોગાન ઇસ્લામાબાદના પ્રવાસે છે. સંઘર્ષ વિરામના ઉલ્લંઘનથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે. આ પહેલાં પાકિસ્તાને જણાવ્યું હતું કે, ભારત કેટલાક દિવસોમાં મોટી કાર્યવાહી કરી શકે છે.

ઘરે જઈને માટી એકત્ર કરી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ

કાશ્મીરના લેથપોરા સીઆરપીએફના કેમ્પમાં શહીદો માટે શ્રદ્ધાંજલિસભા આયોજિત કરાઇ છે. એ આયોજનમાં ઉમેશ ગોપીનાથ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંગીતકાર અને ફાર્માકોલોજિસ્ટ એવા ગોપીનાથ જાદવ એક વર્ષથી શહીદોને અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પે છે. એ દરમિયાન તેઓ શહીદોના ઘેર ગયા અને તેમના ગામની માટી એકત્ર કરી હતી. ઉમેશે લેથપોરા સીઆરપીએફ કેમ્પ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, મને ગર્વ છે કે હું પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળ્યો અને તેમના આશીર્વાદ લીધા. તેમના ઘર અને સ્મશાન જઇને મેં માટી એકત્ર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન