Taimur Ali Khan Celebrated Holi With Inaaya
  • Home
  • Featured
  • Photos: બાલ્કનીમાંથી તૈમુરે ચલાવી પિચકારી, રંગોમાં રંગાઈ ઇનાયા, જુઓ ક્યૂટ તસવીરો

Photos: બાલ્કનીમાંથી તૈમુરે ચલાવી પિચકારી, રંગોમાં રંગાઈ ઇનાયા, જુઓ ક્યૂટ તસવીરો

 | 12:49 pm IST

હોળીનો તહેવાર સૌએ પોત પોતાના અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. બોલીવુડ સ્ટાર કિડ્સે પણ હોળી પર જોરદાર મસ્તી કરી. નાનકડા તૈમુર અલી ખાને પણ હોળીની ઉજવણી કરી. તેણે ખાસ રીતે હોળી મનાવી છે. તૈમુરની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં દીકરા તૈમુરે પોતાના ઘરે રહીને હોળી રમી હતી. બાલ્કનીમાં ઉભા રહીને પિચકારી ચલાવતા તૈમુરની તસવીરો સામે આવી છે.

તો સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમૂએ પણ સ્પેશિયલ રીતે હોળી રમી. હોળીનાં રંગોમાં રંગાયેલી ઇનાયાની અત્યંત સુંદર તસવીરો સામે આવી છે. સોહા અલી ખાને ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇનાયાની તસવીરો શેર કરી છે. ફૉટો શેર કરતા સોહાએ પણ સૌને હોળીની શુભકામનાઓ આપી છે. જણાવી દઇએ કે ઇનાયા અને તેમુર સ્પેશિયલ બૉન્ડિંગ શેર કરે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

ઇનાયા કુનાલ ખેમૂ અને સોહા અલી ખાનની દીકરી છે. ઇનાયા અને તૈમુરની તસવીરો ઇન્ટરનેટ પર હંમેશા વાયરલ થતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન