Taimur Ali Khan Doing Horse Riding, Photo Viral
  • Home
  • Photo Gallery
  • Photos: તૈમૂરને સૈફની માફક ચડ્યો નવાબી શોખ, ઘોડેસવારી કરતા ફૉટો આવ્યા સામે

Photos: તૈમૂરને સૈફની માફક ચડ્યો નવાબી શોખ, ઘોડેસવારી કરતા ફૉટો આવ્યા સામે

 | 12:47 pm IST

બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાનનો દીકરો તૈમુર અલી ખાન તાજેતરમાં અમૃતા અરોરાનાં ઘરે હૉર્સ રાઇડિંગ કરતો જોવા મળ્યો હતો. તૈમૂર સોશિયલ મીડિયા પર સૌનો ફેવરેટ બની ગયો છે અને આ સ્ટારકિડને પણ ફૉટોગ્રાફર્સની હાજરી પસંદ આવે છે. તૈમૂરનાં પિતા સૈફ અલી ખાને પણ ઘોડેસવારીનો શોખ છે અને હવે એવું લાગે છે કે તૈમૂર પણ નવાબી શોખને જલ્દી અડૉપ્ટ કરી લેશે.

તાજેતરમાં અમૃતા અરોરાનાં ઘરમાં તેણે ઘોડેસવારી કરી હતી. આવુ કરતા સમયે તૈમૂર ઘણો જ કૉન્ફિડેંટ જોવા મળ્યો હતો. ઘોડા પર બેસતા સમયે અને રાઉડ કરતા સમયે તૈમૂરનાં ચહેરા પર કોઇપણ પ્રકારનો ડર કે સંકોચ નહોતો જોવા મળ્યો. તે આ તકને એન્જૉય કરતા જોવા મળ્યો હતો. તૈમૂરે આ દરમિયાન કૉમાફ્લૉઝ જેકેટ અને બ્લેક લોઅર પહેર્યું હતુ. હંમેશાની માફક આ વખતે પણ તૈમૂરની નૈની તેની સાથે જોવા મળી હતી.

ઘોડેસવારી બાદ તૈમૂરે પૂલ સાઇડ પર મસ્તી પણ કરી હતી. તસવીરોમાં તે પોતાની નૈની સાથે પૂલનાં પાણીને અડકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તૈમૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન