વેકેશન મનાવી મમ્મી સાથે મુંબઈ પરત ફર્યો તૈમૂર, એરપોર્ટ પર થયો ક્લિક - Sandesh
  • Home
  • Photo Gallery
  • વેકેશન મનાવી મમ્મી સાથે મુંબઈ પરત ફર્યો તૈમૂર, એરપોર્ટ પર થયો ક્લિક

વેકેશન મનાવી મમ્મી સાથે મુંબઈ પરત ફર્યો તૈમૂર, એરપોર્ટ પર થયો ક્લિક

 | 11:45 am IST

કરીના કપૂર ખાન અને તૈમૂર અલી ખાન તેમના વેકેશન પરથી પરત ફરી ચુક્યા છે. પટૌડી પરિવાર નવા વર્ષની ઉજવણી માટે વિદેશ પ્રવાસે ગયા હતા. સોમવારે આ પરિવાર મુંબઈ પરત ફરી ચુક્યો છે. મુંબઈ એરપોર્ટ પર કરીના સાથે તૈમૂર ક્લિક થયો હતો. જો કે મુંબઈ પરત ફરતી વખતે તેમની સાથે સૈફ અલી ખાન જોવા ન મળ્યો. કરીના કપૂર જેવી રીતે પોતાની ફેશન અને એરપોર્ટ લુક પ્રત્યે સજાગ છે તેવી જ રીતે તે તૈમૂરના લુક માટે પણ સજાગ છે. તૈમૂર એક વર્ષનો છે તેમ છતાં તેના કપડા અને એરપોર્ટ લુક તેને હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. જે વાત ફરી એકવાર સાબિત થઈ છે.