taimur-ali-khan-video-viral-at-studio-with-kareena-kapoor-khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીના સાથે શૂટિંગના સેટ પર પહોંચ્યો તૈમૂર કરી ખુબજ ધમાલ-મસ્તી

કરીના સાથે શૂટિંગના સેટ પર પહોંચ્યો તૈમૂર કરી ખુબજ ધમાલ-મસ્તી

 | 2:11 pm IST

કરીના કપૂર ખાન સ્વિર્ઝલેન્ડમાં સૈફ અને તૈમૂર સાથે હોલીડે મનાવી મુંબઈ પરત ફરી છે, વેકેશન પછી કરીના અને તૈમૂરની મસ્તી ચાલુ જ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ વાયરલ થયો છે જેમાં કરીના કપૂર ખાન સાથે શૂટિંગ સેટ પર પહોંચીને તૈમૂર ખુબજ મસ્તી કરતો નજરે ચડે છે.

View this post on Instagram

#Unseen Tai Tai with mom on the sets💥💛

A post shared by Kareena Kapoor Khan!!❤ (@kareenakapoorfantasy) on

તૈમૂર અલી ખાનનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તૈમૂર ખુબજ મસ્તી કરતો જોવા મળે છે. તૈમૂર એક મરઘી પાછળ ભાગી રહ્યો છે કરીના પણ તેની આ મસ્તી જોઈ રહી છે. થોડા સમય પહેલા કરીના સાથે સ્નોફોલની મજા માણતા ફોટાઓમાં ખુબજ સુંદર લાગતો હતો. તેની સાથે આખો કપૂર પરિવાર પણ હતો.

View this post on Instagram

#holidayvibes #familylove💕

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર હાલ તેના રેડિયો શોમાં ખુબજ વ્યસ્ત છે. સૈફ અલી ખાન બાઝાર ફિલ્મમાં કામ કરતો હતો ત્યારે પણ કરીના તૈમૂર સાથે સમય વીતાવતી નજરે ચડી હતી. સૈફની આગામી ફિલ્મ તાનાજી છે જેના પર તે યુંક સમયમાં કામ શરૂ કરવાનો છે. આ સિવાય સૈફ તેની રેસની ચોથી સિરીઝમાં મુખ્ય ભુમિકા નિભાવવાનો છે જેને લઈને પ્રશંસકોમાં ભારે ઉસ્તાહ છે.

એક સ્ટાર કિડ્સ હોવાથી સોશિયલ મીડિયામાં સતત છવાયેલો રહેછે તૈમૂર. કરીના અને સૈફ પણ તૈમૂરના બચપનને ખુબજ એન્જોઈ કરી રહ્યા છે. સારા પર્સંગે હંમેશા તે લોકો એકબીજાની સાથે સમય વીતાવતા હોય છે. તૈમૂરને પણ સોશિયલ મીડિયાનો જાણેકે ચસ્કો લાગેલો છે. તે આવારનાવાર છવાયેલો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન