Taimur Follow Pataudi Traditions And Go To A Boarding School In England
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીના કપૂરે બનાવી લીધો પાક્કો પ્લાન! બાપ-દાદાની પરંપરાને જ ફોલો કરશે લાડલો તૈમુર

કરીના કપૂરે બનાવી લીધો પાક્કો પ્લાન! બાપ-દાદાની પરંપરાને જ ફોલો કરશે લાડલો તૈમુર

 | 8:29 am IST

બધા જાણે છે એમ તૈમુર અલી ખાન સૌથી ફેમસ સ્ટાર કિડ્સ છે. એવું જાણવા મળ્યું છે કે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો ક્યૂટ તૈમૂર અલી ખાનને ટૂંક સમયમાં બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવશે. અહેવાલો અનુસાર, પરિવારના નજીકના સ્ત્રોતે જણાવ્યું હતું કે, પટૌડી પરિવારમાં તેમના બાળકોને શિક્ષણ માટે ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાની પરંપરા છે. તૈમૂર અલી ખાન હાલમાં તો મુંબઈની એક સ્કૂલમાં જાય છે. જોકે પટૌડી પરિવારની પરંપરા મુજબ તે વિદેશમાં અભ્યાસ કરે તેવી અપેક્ષા છે.

સૈફ અલી ખાનના પિતા અને તૈમુરના દાદા મન્સૂર આલી ખાન પટૌડીએ ઈન્ગલેન્ડમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સૈફના દિકરા સારા અને ઈબ્રાહિમ ખાને પણ ઈંગલેન્ડની બોર્ડિગ સ્કૂલમાંથી જ અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કરીના કપૂર પણ પોતાના લાડલાને બોર્ડિંગ સ્કૂલ મોકલશે. તેનું સૌથી મોટુ કારણ તૈમુરને મળતી મીડિયાની વધારે પડતી અટેન્શન છે.

View this post on Instagram

#family #today #familytime?

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ સાથે જ તૈમુર સાથે સૈફ અલી ખાન વધારે સમય વીતાવવા માગે છે. જે તેમને સારા અને ઈબ્રાહિમની સાથે મળ્યો ન હતો. હાલમાં જ સૈફ અલી ખાને રીયલ લાઈફમાં પિતાની ભૂમિકા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ફરક એ છે કે હવે હું વધારે ધીરજવાન વ્યક્તિ બની ગયો છું. બંને બાળકોને વધુ સમય આપવાનો હતો ત્યારે હું વધારે મતલબી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન