Taimur on airport with kareena kapoor for chandigarh to shoot
  • Home
  • Featured
  • PHOTOS: નાનકડા તૈમૂરની દેશભક્તિ તો જુઓ,એરપોર્ટ પર તિરંગો લઈ સ્પોટ થયો

PHOTOS: નાનકડા તૈમૂરની દેશભક્તિ તો જુઓ,એરપોર્ટ પર તિરંગો લઈ સ્પોટ થયો

 | 7:40 am IST

કરીના કપૂર ખાન અને તૈમૂર અલી ખાન બોલિવુડમાં એવી માતા-પુત્રની જોડી છે જે તમને હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી દેખાય. પોતાના લાક્ષણિક અંદાજમાં તૈમૂર હંમેશા મસ્તી ધમાલ કરતો જોવા મળે તો કરીના પણ પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી જ્યારે જ્યારે સમય મળે પરિવાર સાથે સમય વિતાવતો દેખાય.

તૈમૂર બોલિવુડનું ફેમસ બાળક છે જેની પાછળ મીડિયા ફરતુ રહે છે. કરીના હાલ તેના પુત્રને તેની સાથે શૂટિંગમાં લઈ જાય છે જેથી સમય મળે ત્યારે તૈમૂર સાથે સમય વિતાવી શકે. કરીના કપૂર સાથે તૈમૂર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તૈમૂરનો અલગ અંદાજ જોવા જેવો હતો.

તૈમૂરના હાથમાં એરપોર્ટ પર તિરંગો લહેરાતો હતો. સાથે તેની માતા કરીના કપૂર હતી. તૈમૂર મસ્તાના અંદાજમાં જોવા મળ્યો હતો. હસતા મુસ્કરાતા પોતાની ધુનમાં મસ્ત તૈમૂરને જોનારા જોતા જ રહ્યાં.

કરીના હાલ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા માટે ચંડીગઢ ગઈ છે અને તૈમૂર તેની સાથે છે. કરીના ચંડીગઢમાં આમિર ખાનની આ ફિલ્મનું પહેલું શેડ્યુલ પુરૂ કરી ચુકી છે. તૈમૂર પટૌડી પરિવારનો સૌથી નાનો સભ્ય છે. કરીના કપૂર ખાન સૈફ અલી ખાનનો લાડકો સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલ રહે છે. તૈમૂર પહેલું એવુ બાળક છે જે હંમેશા મીડિયા એટેન્શન મેળવે છે. દર્શકો પણ સતત તે જાણવા આતુર રહે છે કે તૈમૂર શું કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન