Taimur Spot With Dad Saif In New Hairstyle
  • Home
  • Featured
  • Photos: તૈમૂરે બદલ્યો પોતાનો લૂક, નવી હેરસ્ટાઇલમાં સૈફ સાથે જોવા મળ્યો

Photos: તૈમૂરે બદલ્યો પોતાનો લૂક, નવી હેરસ્ટાઇલમાં સૈફ સાથે જોવા મળ્યો

 | 5:29 pm IST

સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ તૈમૂરે પોતાનો લૂક બદલી દીધો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં દીકરા તૈમૂરે નવી હેરકટ અપનાવી છે. તૈમૂર સ્પાઇક હેરસ્ટાઇલમાં પપ્પા સૈફ સાથે જોવા મળ્યો હતો. તૈમૂરની આ નવી તસવીરો ઘણી જ ક્યૂટ છે. સ્ટારકિડની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. આમાં તૈમૂરને સૈફ અલી ખાને તેડીને જઇ રહેલો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તૈમૂરની પોપ્યુલારિટી સ્ટાર કરતા ઓછી નથી.

તૈમૂર જ્યાં પણ જાય છે છવાઇ જાય છે. દરરોજ તેની નવી તસવીરો સામે આવે છે. તે પૈપરાઝીનો સૌથી મનગમતો સ્ટારકીડ છે. જેટલી ચર્ચા તૈમૂરની થાય છે, તેટલી જ ટ્રેંડમાં તેની સ્ટાઇલ રહે છે. તૈમૂરની હેરસ્ટાઇલ હોય કે પછી આઉટફિટ, કિડ્સની વચ્ચે તે ફેશન આઇકન બની ગયો છે. તૈમૂરની પોપ્યુલારિટીનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવી શકે છે તે તેના ટૉય પણ માર્કેટમાં આવી ગયા છે.

તૈમૂર તેની નૈની સાથે ઘણીવાર જોવા મળતો હોય છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તૈમૂરની નૈનીને મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન