Taiwan Coming Close To India-Japan After China Snatches Allies
  • Home
  • Featured
  • ચીન ભેરવાયું, ભારત-જાપાન સાથે સંબંધો મજબુત બનાવવાની ફિરાકમાં તાઈવાન

ચીન ભેરવાયું, ભારત-જાપાન સાથે સંબંધો મજબુત બનાવવાની ફિરાકમાં તાઈવાન

 | 9:40 pm IST

તાઈવાનને પોતાના દેશમાં શામેલ કરવાના બદ ઈરાદાઓ ધરાવતા ચીન હવે નવો પેંતરો અજમાવવા જઈ રહ્યો છે. તેમાં ચીન દ્વારા તાઈવાનને દુનિયાથી એકલુ પાડી દેવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. સામે તાઈવાને પણ પૂર પહેલા પાળ બાંધાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચીનના ઈરાદાઓ પારખી તાઈવાને એશિયાના શક્તિશાળી દેશો સાથે મજબુત સંબંધ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તાઈવાન ભારત, જાપાનની સાથો સાથ ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર સાથે પણ સંબંધો વિકસીત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ચીન તાઈવાનના કેટલાક નજીકના દેશોને લાલચ આપી તેમને તાઈવાનથી દૂર કરવામાં સફળ રહ્યું છે. એટલું જ નહીં તેને તાઈવાનની આસપાસ પોતાની સૈન્ય ગતિવિધિઓ પણ ઝડપી બનાવી દીધી છે. ચીને ગત મહિને જ લેટિન અમેરિકાના દેશ અલ સલ્વાડોરને પોતાની તરફ કરી લીધું. આ અગાઉ મે મહિનામાં કેરેબિયન દેશ ડોમિનિકન ગણરાજ્ય અને પનામાએ તાઈવાનનો સાથ છોડી ચીનની સોડમાં ભરાયું હતું. હાલ તાઈવાનમાં માત્ર 17 દેશો સાથે રાજકીય સંબંધો છે, જેમાં 6 તો નાના દ્વિપ છે.

એશિયાના મજબુત દેશો સાથે સંબંધ મજબૂત કરવા પર તાઈવાનના અધિકારીએ કહ્યું હતું કે, તાઈવાન પોતાના જુના સાથીદારોને એકજુથ નથી રાખી રહ્યું, જેના કારણે ક્ષેત્રની મોટી શક્તિઓ સાથે રાજકીય સંબંધો મજબુત બનાવી રહ્યું છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ જ્યારે ચીન પાકિસ્તાન ખુલ્લેઆમ પાકિસ્તાન તરફી વલણ અપનાવી રહ્યું છે ત્યારે ચીનનું કટ્ટર વિરોધી તાઈવાને પણ ભારત તરફ મીટ માંડી છે. અહેવાલ પ્રમાણે ભારતીય મીલિટરી અધિકારીઓને પણ સત્તાવાર પાસપોર્ટના બદલે સમાન્ય પારપોર્ટ પર તાઈપેઈ અવર જવર કરવા દેવામાં આવી રહી છે. ભારત પણ એવી આશાઓ સેવી રહ્યું છે કે, તાઈવાન ત્યાંની ચીની ગતિવિધિઓ, ચીની સેનાની હાજરી ક્યાં ક્યાં છે તે અને તેના હથિયારોની જાણવારી આપી શકે છે. બીજી બાજુ તાઈવાને પોતાના સબમરીન પ્રોગ્રામમાં જાપાની એક્સપર્ટને તેમાં શામેલ કર્યા છે.

તો સિંગાપોર પણ તાઈવાનને ઈશારામાં કહી ચુક્યું છે કે, તે તેના ક્ષેત્રમાં પોતાના સૈન્યની હાજરી ઈચ્છે છે. સિંગાપોર આ બધુ જ ચીનની નારાજગી હોવા છતાંયે કરવા તૈયાર છે. તો ઓસ્ટ્રેલિયા કે જેના પણ અમેરિકા સાથે ઘનિષ્ઠ સંબંધો છે તે હાલ આ મામલે મોઘમ સેવી રહ્યું છે. પરંતુ તેને પણ તાઈવાનની સાથે આવવાના તો સંકેત આપી જ દીધા છે.

ઉલ્લેખનીય છે કે, તાઈવાન આંતરરાષ્ટ્રીય સ્તરે આ અગાઉ પણ ચીન વિરૂદ્ધ વલણ દાખવી ચુક્યું છે. તાઈવાન ચીનને લોકતાંત્રીક ખતરો ગણાવી રહ્યું છે.