Taiwan Tourist Arrested Wearing 'piece of string' Bikini to Philippines Islands
  • Home
  • Featured
  • પાતળા દોરા જેવી બિકીની પહેરી યુવતીને આંટાફેરા કરવા મોંઘા પડ્યાં, પોલીસે કર્યા આવા હાલ

પાતળા દોરા જેવી બિકીની પહેરી યુવતીને આંટાફેરા કરવા મોંઘા પડ્યાં, પોલીસે કર્યા આવા હાલ

 | 1:52 pm IST

ફિલિપાઇન્સના બોરાકે આઇલેન્ડ પર એવી ઘટના બની કે આખા ફિલિપાઇન્સમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. વાત એમ છે કે એક મહિલા ટુરિસ્ટ બીચ પર ફરતી હતી તે દરમ્યાન માંડ દોરા જેવી દેખાતી બિકિની પહેરી હતી. સોશિયલ મીડિયા પર ફોટોઝ સામે આવ્યા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી અને તેની ઉપર દંડ ફટકાર્યો.

સ્થાનિક લોકોએ ટુરિસ્ટના ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે 26 વર્ષની લિન જૂ તિંગની ઉપર કાર્યવાહી કરી. લિન તાઇવાનની રહેવાસી છે. પોલીસે લિનની ધરપકડ કર્યા બાદ કહ્યું કે તેઓ જ્યાં સુધી 3400 રૂપિયા દંડ પેટે ભરશે નહીં ત્યાં સુધી તેને છોડાશે નહીં. લિન પોતાના બોયફ્રેન્ડની સાથે ફિલિપાઇન્સ ફરવા આવી હતી.

એક રિપોર્ટ પ્રમાણે લિન બિકિની પહેરીને બે વખત પુકા બીચ પર ગઇ હતી. જો કે એ સામે આવ્યું નથી કે મહિલા પર કયા કાયદાની અંતર્ગત કાર્યવાહી કરાઇ. બની શકે છે કે તાઇવાનના અશ્લીલતા સંબંધિત કાયદાની અંતર્ગત ધરપકડ કરાઇ હોય.

સ્થાનિક પોલીસ પ્રમુખ જેસ બેલૉને કહ્યું કે મહિલાના કપડાના લીધે બુધવાર અને ગુરૂવારના રોજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ટુરિસ્ટ્સે તસવીરો ખેંચી. તે લગભગ દોરાની બરાબર હતી. અમારા કંઝરવેટિવ કલ્ચરમાં આ અસ્વીકાર્ય છે.

આ વીડિયો પણ જુઓ – સુરતમાં 1.50 કરોડની ખંડણીનો મામલો આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન