Donald Trump India Visit Taj Mahal inspires awe, says Donald Trump
  • Home
  • Featured
  • Photos: પ્રેમના પ્રતિક તાજ મહેલનો દીદાર કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલી ઉઠ્યા “અદ્ભૂત”

Photos: પ્રેમના પ્રતિક તાજ મહેલનો દીદાર કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલી ઉઠ્યા “અદ્ભૂત”

 | 6:12 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પુરા પરિવાર સાથે ભારતમાં બે દિવસ મહેમાન ગતી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આગરામાં તાજમહેલના દીદાર કર્યા છે. આગરામાં ડોનાલ્ડ ટ્ર્મ્પનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બહુ ઓછા લોકો જાણતા હશે કે ટ્રમ્પ આગ્રાના તાજ મહેલથી ખૂબ જ પ્રભાવિત છે.

અહીં ગુજરાતના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમની દિકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનર પણ હતા. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સ્પેશિયલ વિમાન એરફોર્સ વનમાં આગ્રાના ખેરિયા એરપોર્ટ પર ઉતર્યા હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે. તેઓ અહીં તાજમહેલના દીદાર કરી રહ્યા છે. અહીં તેઓ સંગેમરમરથી બનેલા અને પ્રેમના પ્રતિક તાજ મહેલના દીદાર કરશે. અહીં ટ્ર્રમ્પ પરિવાર સાથે લગભગ 2 કલાક વિતાવશે. ત્યાર બાદ તેઓ રાજધાની દિલ્હી જવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન