taj-mahal-namaz-muslim-supreme-court-decision
  • Home
  • Featured
  • તાજમહેલમાં નમાજ અદા કરવા મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

તાજમહેલમાં નમાજ અદા કરવા મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

 | 1:03 pm IST

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ પ્રેમની નિશાની તાજમહેલમાં નમાજ પઢવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, સાત અજાયબીઓમાં તાજમહેલનો સમાવેશ થાય છે, જેથી અહીં નમાજ પઢી શકાય નહીં. નમાજ કોઈ બીજી જગ્યાએ પઢી શકાય છે.

તમને જણાવી દઈએ કે, સ્થાનિક નમાજીઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગણી કરી હતી કે, સ્થાનિક લોકોની સાથે બહારી લોકોને પણ નમાજ પઢવાની ઈજાજત આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજમહેલમાં હાલની મસ્જિદમાં દર શુક્રવારે ઝુમ્માની નમાજ પઢવામાં આવે છે, તેને લઈને અમુક લોકોએ વિરોધ કર્યો છે. શુક્રવારે આ કારણે તાજમહેલ બંધ પણ રાખવામાં આવે છે.

ગત વર્ષે પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કા તો નમાઝ બંધ કરવામાં આવે અથવા તો શિવચાલીસા વાંચવાની પરમિશન આપવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઈતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સિમિતિ (ABISS)એ માંગ કરી હતી કે તાજમહેલમાં શુક્રવારે થનાર નમાજ પર રોક લગાવવામાં આવે.

ઘણી વખત બીજેપી નેતા આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમને તાજમહેલને શિવમંદિર બતાવ્યું છે. અમુક લોકએ તેને તેજોમહાલય પણ ગણાવ્યો હતો.