NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘યોગી તાજમહેલ આવશે તો તેમના કપડા ઉતરાવશો?’

‘યોગી તાજમહેલ આવશે તો તેમના કપડા ઉતરાવશો?’

 | 12:30 pm IST

તાજમહેલમાં બુધવારે ભગવા રંગનો રામનામનો દુપટ્ટો પહેરીને આવેલી વિદેશી મોડેલ્સને સુરક્ષા તપાસ દરમિયાન રોકી દેવામાં આવી હતી. સીઆઈએસએફના જવાનોએ આ દુપટ્ટા ઉતરાવીને બહાર રખાવી દીધા હતાં. આ મામલે હોબાળો મચ્યો છે. ગુરુવારે ભાજપની યુવા વિંગ BJYM સહિત હિન્દુ જાગરણ મંચ જેવી અનેક હિન્દુવાદી સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. સંગઠનોએ શનિવારે ભગવા કપડા પહેરીને તાજમહેલમાં ઘૂસવાની જાહેરાત કરી છે. આ બાજુ આગરાના ભાજપ અધ્યક્ષ વિજય શિવહરેએ કહ્યું કે શું યુપીના સીએમ યોગી આદિત્યનાથ તાજમહેલ જશે તો તેમના પણ કપડા ઉતરાવશો?

અત્રે જણાવવાનું કે બુધવારે દિલ્હીથી આવેલી 34 દેશોની મોડેલ્સમાંથી મોટાભાગની મોડેલ્સે ભગવા રંગ સાથે રામનામનો દુપટ્ટો ઓઢ્યો હતો. સીઆઈએસએફએ તેમને ભગવા દુપટ્ટા ઉતરાવી દીધા હતાં. તેની પાછળનું કારણ એવું બતાવવામાં આવ્યું કે તાજમહેલમાં ધાર્મિક પ્રતિક ચિન્હ અને પૂજા સામગ્રી પર રોક છે. તપાસ દરમિયાન ગાઈડે તમામ મોડલોને તાજમાં પ્રતિબંધિત સામગ્રીની જાણકારી આપી.

વિદેશી મોડેલ્સના રામ નામના ભગવા દુપટ્ટા ઉતરાવીને તાજ મહેલમાં અપાયો પ્રવેશ
વિદેશી મોડેલ્સના રામ નામના ભગવા દુપટ્ટા ઉતરાવીને તાજ મહેલમાં અપાયો પ્રવેશ

ગુરુવારે આ મામલાએ હોબાળો મચ્યો. BJYM સહિત અનેક હિન્દુવાદી સંગઠનોએ તેનો વિરોધ કર્યો. BJYMએ શનિવારે ભગવા ડ્રેસ અને દુપટ્ટા સાથે તાજમહેલમાં ઘૂસવાની જાહેરાત કરી નાખી છે. આ બાજુ હિન્દુ જાગરણ મંચના પ્રદેશ મહામંત્રી અવિનાશ રાણા તમામ કાર્યકર્તાઓ સાથે એએસઆઈ(આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા)ની ઓફિસમાં પ્રદર્શન કરવા પહોંચી ગયા હતાં.

ત્યારબાદ એએસઆઈના અધિક્ષક ભુવન વિક્રમ સિંહે જણાવ્યું કે મને આ ઘટના અંગે કોઈ જાણકારી નથી. આ અંગે કોઈ ફરિયાદ એએસઆઈ કે ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વિવાદ પર સીઆઈએસએફએ જણાવ્યું કે તાજમહેલમાં ધાર્મિક પ્રતિક ચિન્હ પ્રતિબંધિત છે આથી દુપટ્ટા ઉતરાવ્યાં હતાં. આ અગાઉ પણ આવો જ નિયમ રહ્યો છે.