9 વર્ષની તજમુલની લડાઈ લાવી રંગ, કાશ્મીર સરકારે એકેડમીને આપ્યા 10 લાખ રૂપિયા

109

કિક બોક્સિંગની ચેમ્પિયન તજમુલ ઈસ્લામની મહેનત રંગ લાવી છે. સ્પોર્ટસ કાઉન્સિંલે અલી એકેડમીને અપગ્રેડ કરવા માટે દસ લાખ રૂપિયા આપવાની વાત કરી છે. સ્પોર્ટસ કાઉન્સિલ તરફથી પૈસા પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, 9 વર્ષના તજમુલ ઈસ્લામે વીડિયો બનાવીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેલાડીઓને કઈ ખાસ સુવિધાઓ આપતી નથી.

તજમુલે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તજમુલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એક ઈનડોર સ્ટેડિયમ બનાવવાની વાત કરી હતી, જે અત્યાર સુધીમાં બન્યો નથી. તજમુલે આરોપ લગાવ્યો હતો કે, સરકારે મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ રમત અને ખેલાડીઓ માટે કંઈ જ કર્યુ નથી. તજમુલે જણાવ્યું હતું કે, જ્યાં તે ટ્રેનિંગ લે છે, ત્યાં પણ ખેલાડીની નજરોમાં સરકાર કશું જ કરી શકી નથી. વીડિયોમાં સ્ટેડિયમની તુટેલી છત પણ બતાવવામાં આવી છે.

9 વર્ષની તજમુલ ઈસ્લામ કિક બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયન છે. 2016ના નવેમ્બરમાં તેને આ ખિતાબ જીત્યો હતો. તજમુલે આ ખિતાબ ઈટલીમાં થયેલ મુકાબલામાં જીત્યો હતો. તજમુલ બાંદીપુર જિલ્લાની રહેલાસી છે. તેને અંડર 8 પ્લેયર્સમાં કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

તજમુલે 2015માં નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સબ-જૂનિયર કેટેગરીમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. આ મેચ નવી દિલ્હીમાં યોજાઈ હતી. તજમુલ બંદીપુરના જિલ્લાના ટાર્કપુર ગામમાં રહે છે. તજમુલ આર્મી ગુડવિલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તજમુલના બે ભાઈ અને બે બહેનો પણ કિક બોક્સિંગમાં ભાગ લે છે.