પતિને ગમતી આ છ બાબતોને નજર અંદાજ ન કરો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1175 +0.11
1.6M
1M
1.7M
APPS

પતિને ગમતી આ છ બાબતોને નજર અંદાજ ન કરો

 | 5:36 am IST

ખુલ્લી વાત :- અમિતા મહેતા

લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં આ બધું સારું લાગે છે. પંરતુ થોડા સમય બાદ પ્રેશર અને રોકટોકથી ગૂંગળામણ થાય છે. ખાસ કરીને પત્નીઓ પતિ અમુક રીતે જ વર્તે એવો આગ્રહ છે. આ આગ્રહ પ્રેમભર્યો હોય તો પણ પતિને ગમતો નથી. સંબંધોમાં ગૂંગળામણ ન લાવવી હોય તો નીચેની બાબતોનું અવશ્ય ધ્યાન રાખો.

સ્પેસ આપો 

પતિને હંમેશાં પત્નીની આગળ પાછળ ફ્રવાનું નથી ગમતું એને પોતાની સ્પેસ જોઈએ છે. નોકરી- ધંધા પરથી ઘરે આવ્યા પછી પતિ- પત્નીએ થોડો સમય સાથે પસાર કરવો જોઈએ એમાં બે મત નથી. પરંતુ પતિને ટી.વી., જિમ કે મિત્રો સાથે ગપ્પાં મારવાની સ્પેસ જોઈએ છે. ઘર અને ઓફ્સિ સિવાય પોતાની ગમતી પ્રવૃત્તિ માટેની સ્પેસ જરૂરી છે. ઓફિસેથી થોડું મોડું થતાં જ કચકચ કરતી, મિત્રો સાથે બહાર જવા ન દેતી, સમય અને પૈસા બંનેનો હિસાબ માગતી તથા રજાના દિવસે પણ ઘરમાં જ રહેવાનો આગ્રહ કરતી પત્ની માટે પતિનાં મનમાં અનાયાસે ગુસ્સો અને નફ્રત જન્મે છે. દરેક સમયે પત્નીનું હાવી થવું તેમને પસંદ નથી. આવા પતિ ઘણીવાર લગ્ન બાહ્ય સંબંધો બાંધતા અચકાતા નથી.

માંગણીઓનું લિસ્ટ ટૂંકું રાખો 

રોજ રોજ નિત- નવી વસ્તુઓની માંગણી કરતી પત્ની-પતિનાં નજરમાંથી ઉતરી જાય છે.પત્નીઓ એમ સમજે છે કે પત્નીની દરેક ડિમાન્ડ પૂરી કરવાની પતિની જવાબદારી છે અને એ ન પૂરી થાય તો પત્નીને ઝઘડવાનો, રિસાવાનો અને પિયર જવાની કે મરવાની ધમકી આપવાનો અધિકાર છે. પતિની આર્થિક સ્થિતિ સારી હોય તો પણ રોજ રોજ ડિમાન્ડ કોઈને ગમતી નથી.  સગાં- સંબંધી કે આજુબાજુના લોકોની સરખામણી કરીને બ્રાન્ડેડ કપડાં, દાગીના, હોમ અપ્લાયન્સીસ કે વ્હીકલ્સની માંગણી કરે ત્યારે પતિથી ઝઘડો થઈ જ જાય છે.

કન્ફ્યુઝ્ડ ન કરો 

કહેવાય છે કે સ્ત્રીની હા માં ના અને ના માં હોય છે પણ મોટાં ભાગનાં પુરુષો સ્ત્રીઓની વાત અને બોડી લેંગ્વેજનાં વિરોધભાસથી કનફ્યુઝ્ડ થાય છે. સ્ત્રીઓ ઈચ્છે છે કે પુરુષો વગર કહ્યે એમનાં દિલની વાત સમજી જાય. પણ પતિ ભગવાન નથી. વળી, હૈયે અને હોઠે અલગ વાત હશે તો તેઓ વધારે ગૂંચવાશે. તેથી દિલમાં જે હોય તે સ્પષ્ટ કરો. ગોળ- ગોળ વાત ન કરો.

વાતે- વાતે રડવાનું ટાળો 

જેમની પત્નીની પાંપણે આંસુ હોય તે પતિઓ પત્ની સાથે મનની વાત કે ચિંતાની વાત શેર કરતાં નથી. કારણ કે વાતે – વાતે રડતી પતિને હિંમત આપવાને બદલે એની હિંમત તોડે છે. પતિ સમસ્યાને સંભાળે કે પત્નીને સંભાળે એ મુશ્કેલી ઊભી થાય છે. યોગ્ય ડિસીઝન લઈ શકતો નથી. એટલું જ નહીં સાચી વાત પણ કહેવાતી નથી. તેથી ખોટી બાબતોનું પુનરાવર્તન થાય અને એમાંથી વિખવાદ જન્મે.

અસ્ત વ્યસ્ત ન રહો 

લગ્નનાં થોડા જ સમયમાં સ્ત્રીઓ પોતાનાં પહેરવેશ પ્રત્યે બેદરકાર બને છે. સાજ -શણગાર કે સરસ તૈયાર થવું ભુલાઈ જાય છે. સુંદર દેખાતી સ્ત્રી માથું ઓળ્યા વિના અંબોડો વાળીને ગાઉનમાં ફ્રતી જોવા મળે છે. તેમનાં કપડાંમાંથી તેલ- મસાલાની વાસ આવે છે. વળી, પતિના ઘરમાં પ્રવેશતાં જ ફ્રિયાદોના રોંદણા શરૂ થઈ જાય છે તેથી પતિને વધારે ગુસ્સો આવે છે. પતિની નજરમાં અને હૃદયમાં રહેવું હોય તો વ્યવસ્થિત રહેતા શીખો.

સેક્સને હથિયાર ન બનાવો 

સેક્સ લગ્નનું મહત્ત્વનું અંગ છે. પણ અનેક વાર પત્ની એનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. પતિ એનિવર્સરી ગિફ્ટ ભૂલી જાય તો પડખું ફ્રીને સૂઈ જાય છે. વિવાદ અન્ય કોઈ બાબતે થયો હોય તો પણ પત્નીઓ સેક્સ બાબતે જ બહુધા ઉપેક્ષાભર્યું વર્તન કરે છે. અંગત સમયે સાસુની કે બાળકોની ફ્રિયાદ કરશે જે પતિને ગમતું નથી અને આ અણગમો તિરસ્કારમાં ફેરવાય છે.

[email protected]