NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરમાં તિજોરી મુકતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો, નહિં તો થશે નુકસાન

ઘરમાં તિજોરી મુકતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો, નહિં તો થશે નુકસાન

 | 4:30 pm IST

પહેલાના સમયમાં ધન, ઘરેણાં વગેરે મૂલ્યવાન વસ્તુઓ મુકવા માટે ઘરમાં તિજોરી બનાવાય છે. જો કે બદલાતા સમય સાથે આ પરંપરામાં પણ પરિવર્તન આવતા જાય છે કારણકે હવે પૈસા, ઘરેણાં વગેરે બેંકમાં મુકવામાં આવે છે. પણ જો તમે વર્તમાન સમયમાં ઘરમાં તિજોરી કે લોકર બનાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે કે, તિજોરી ક્યાં મુકશો અને તિજોરીમાં શું મુકશો વગેરે… તો જાણો તિજોરી સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો..

1. વાસ્તુ મુજબ ધનના દેવતા કુબેરનો વાસ ઉત્તર દિશામાં હોય છે. તેથી તિજોરી ઉત્તર દિશામાં મુકવી શુભ હોય છે.
2. તિજોરી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એવા સ્થાન પર મુકો જ્યાં કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે. તિજોરી સાથેની સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી.
3. કોર્ટ સંબંધી કાગળો ક્યારેય પણ રોકડ કે ઘરેણાં સાથે ન મુકવા જોઈએ. તેનાથી નુકશાન થઈ શકે છે.
4. તિજોરી ક્યારેય ખાલી ન મુકશો. તેમા કંઈક ને કંઈક કાયમ રહેવુ જોઈએ જેથી તેની સાર્થકતા કાયમ રહે.
5. ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી-ગલ્લો કે પૈસા ન મુકવા જોઈએ. નહીં તો તમારું ધ્યાન કાયમ ધન પર રહેશે અને ભગવાનની ભક્તિમાં તમારુ મન નહી લા
6. જો ઉત્તર દિશામાં તિજોરી મુકવી શક્ય ન હોય તો ઈશાન કે પૂર્વ દિશામાં પણ તિજોરી મુકી શકાય છે.
7. ગલ્લો કે તિજોરીમાં કુબેર યંત્ર મુકવુ જોઈએ. જેનાથી તમારા વેપાર વ્યવસાયમાં સતત ઉન્નતિ થતી રહે.