NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘર સજાવતા સમયે ક્યાંક તમારાથી પણ ન થઈ જાય આ ભૂલો, નહિં તો થશે નુકસાન

ઘર સજાવતા સમયે ક્યાંક તમારાથી પણ ન થઈ જાય આ ભૂલો, નહિં તો થશે નુકસાન

 | 8:55 pm IST

દિવાળીની તૈયારીઓ તો આપણે ઘણાં સમય અગાઉથી જ શરૂ કરી દઈએ છીએ. આમછતાં  દિવાળીના કેટલાંક દિવસ પહેલા પણ ઘરની એક વાર સફાઈ કરીને સજાવવામાં આવે છે. આ સમયે મોટાંભાગના લોકોની તૈયારીઓ અંતિમ ચરણ પર હોય છે. ઘરને આ દિવસે સારી રીતે શણગારવું જોઈએ. જેથી મા લક્ષ્મી ઘરે આવે. કેટલીક વાર ઘરને વધું સજાવવાના ચક્કરમાં અજાણતા કેટલીક ભૂલો પણ કરી બેસીએ છીએ. જેનાથી વાસ્તુ દોષ લાગે છે. તેથી ઘર શણગારવામાં આ વાતોનું જરૂર ધ્યાન રાખો.

ઘરને સજાવતા સમયે સૌથી પહેલાં ઘરમાં રાખવામાં આવેલા ભંગાર કે ઘરમાં રહેલી અળસ સમાન ચીજો પર ધ્યાન આપો. ભંગાર કે તેના સ્ટોરેજમાં એવી તમામ વસ્તુઓ હશે કે જેનો તમે નિયમિત ઉપયોગ નહિં કરતાં હોય. ઘરમાં પડી રહેલા ખરાબ મશીનો, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો, બંધ પડેલી ઘડિયાળ, જૂના વસ્ત્રો જે પહેરવા લાયક ન હોય, એ તમામ ચીજવસ્તુઓને ઘરથી બહાર કાઢી નાંખો.

જો કોઈ જરૂરિયાતવાળાને તમારા ઉપયોગી સામાનની જરૂર હોય તો તેને દઈ દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટોરરૂમમાં રાખેલી વસ્તુઓથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરની સુંદરતા અને સજાવટ જોઈને જો મા લક્ષ્મી તમારા ઘરે આવી પણ જશે તો તે કબાડીખાનામાંથી મળતી નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થઈને પાછી ચાલી જશે.

ઘરને મહેલની જેમ સજાવી લો અને ઘરના ચારેય તરફ છત પર ગંદકી કે કચરો જમા થઈ ગયો હોય તો માં લક્ષ્મી તમારા ઘરની તરફ જોશે પણ નહિં. આ ચીજો નકારાત્મકતા પેદા કરે છે. તેનાથી દેવી નારાજ થઈ જાય છે.

ઘરની આગળ કે ઉત્તર દિશા તરફ ખાડો હોય તો તેને ભરીને સમથળ કરાવી દો. એનાથી વાસ્તુદોષ દૂર થઈ જશે અને અનુકૂળ પરિસ્થિતિ બનશે. જે લોકોના ઘરના મુખ્ય દ્નાર દક્ષિણ દિશા તરફ હોય છે, એના મુખ્ય દ્વાર પર પિરામિડ કે લક્ષ્મી ગણેશનું ચિત્ર કે ફોટો લગાવો. જો તમારા ઘરનું  મુખ્ય દ્વાર પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ છે તો ઉત્તર પૂર્વ દિશાને વિશેષ સજાવો.